Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

નોટબંધી દરમિયાન બેંકમાં જમા થયેલ ૧૫ કરોડ બેનામી જાહેર

નવી દિલ્હી :  દિલ્હીની એક બેંકના ખાતામાં નોટબંધી દરમિયાન જમા થયેલ ૧૫.૩૯ કરોડ રૂપીયાને બેનામી પ્રોપર્ટી જાહેર કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં બેનામી સંપત્તિના કાયદા હેઠળ આ પહેલો મામલો છે. વિષેશ અદાલતનો આ નિર્ણય નવા બ્લેકમની એકટ અંતર્ગત નોંધાયેલ ૫ કેસમાંનો એક છે. પૈસા જમા કરાવનાર અને તેનો લાભ લેનાર અંગે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી.  તેથી કોર્ટે આ આદેશ આપ્યો.

 

(4:27 pm IST)