Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


ગુજરાતમાં સુરક્ષા અને સમ્માનની ગેરેંટી છેઃ યોગી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લિંબાયતના નીલગીરી મેદાનમાં લોકો સમક્ષ ગુજરાતને કોંગ્રેસ મુકત કરવાનું આહ્વાન કર્યું. રાહુલ ગાંધીના મંદિરોમાં જવાને ઢોંગ કરાર આપતા વિકાસ માટે ભાજપને જીતાડવાની અપીલ કરી. તેઓએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ સ્તરે ભારતનું માન-સમ્માન વધ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ આખી સભા દરમિયાન સમાજને વહેંચવાની કોશિશ કરનારને વખોડી કાઢ્યા.

 

(4:27 pm IST)