Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

મધ્યપ્રદેશમાં સરકારની છબીને 'ચમકાવવા'માં લાગ્યા શિવરાજસિંહ

૨૩૦માંથી ૨૦૦થી વધુ સીટો જીતવાના અમિતભાઇના લક્ષ્યાંકને પૂર્ણ કરવા ચુંટણીના એક વર્ષ પહેલા જ તૈયારીઓ થવા લાગી : પાણી, વિજળી, રસ્તા ઉપર સૌથી વધારે ધ્યાન કેન્દ્રીતઃ વિવિધ સ્તરે મોવડીઓને સોપાઇ જવાબદારીઓ

રાજકોટ, તાઃ ૨૭: મધ્યપ્રદેશમાં  ભાજપની શિવરાજસિંહ સરકાર વિપક્ષ કોંગ્રેસ કરતા તો પોતાના પક્ષના જ વિવિધ નેતાઓ દ્વારા થઇ રહેલી ભાષણબાજી, નારાજગી અને જૂથબંધી સામે પરેશાનીનો સામનો કરી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોઇને કોઇ કારણસર ખરાબ થતી સરકારની છબીને ચમકાવવા માટેના તમામ પ્રયાસો શિવરાજસિંહ દ્વારા અત્યારથી જ થવા લાગ્યા છે.

જો કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણીને એક વર્ષની વાર છે, છતા પણ મુખ્યત્વે પાણી, વિજળી અને રસ્તા સહિતના લોકોના પ્રાણપ્રશ્નોને કન્દ્ર સ્થાને રાખી જયાં-જયાં ફરિયાદો મળે ત્યાં-ત્યાં તાત્કાલિક ધોરણે ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવાની તૈયારીરૂપે વિવિધ સ્તરે જવાબદાર અધિકારીઓ,પદાધિકારીઓને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.

દરમિયાન રાજકીય વર્તુળમાં થતી ચર્ચાનુસાર મધ્યપ્રદેશમાં વ્યાપમ મામલે કલીનચીટ મહામહેનતે મળી તો, ખરી પણ ત્યાં જ ફરી ગેરકાયદે ખનન, પ્રમોશનમાં અનામત  સહિતની કેટલીક બાબતોથી જનતામાં સરકારની કામગીરી સામે નારજગી વધી રહ છે ત્યારે હજુ તો ચુંટણીને એકાદ વર્ષની વાર છે ત્યારે ે ચુંટણી આવે ત્યાં સુધીમાં તમામ સ્તરે સમુનમુ થઇ જાય તેના ભાગરૂપે આગોતરૂ આયોજન આદરી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહ દ્વારા અપાયેલા ૨૩૦માંથી ૨૦૦થી વધુ સીટો જીતવાના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા તમામ સ્તરેથી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

બીજીતરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ભાજપની શિવરાજસિંહ સરકાર કોંગ્રેસ કરતા તો પોતાના પક્ષના જ કેટલાક અગ્રણીઓ થકી અવાર-નવાર કોઇને કોઇ બાબતે થતા નિવેદનો, નારાજગી અને જુથબંધીને પગલે પરેશાન હોય તેવુ ચિત્ર સ્પષ્ટપણે દર્શાઇ રહયુ છે...એવા સમયે મિશન-૨૦૧૮ને સિધ્ધ કરવું ભાજપ માટે લોઢાના ચણા ચાવવા બરાબર લાગવા લાગ્યુ છે.

કહેવાય છે કે, અમિતભાઇ શાહ દ્વારા ૨૦૦થી વધુ સીટી ઉપર વિજેતા બનવાનું લક્ષ્ય અપાયુ છે ત્યારે કપરા સમયમાં પણ  યોગ્ય રસ્તો કાઢી ભાજપે અત્યારથી જ ચુંટણીની રણનિતિ બનાવી છે.જેના ભાગરૂપે એક-એક ધારાસભ્ય સાથે વન ટુ વન ચર્ચા કરી સ્પષ્ટપણે સંકેતો આપી દેવાયા છે કે, પક્ષ મોટાભાગના ધારાસભ્યોના કામકાજથી ખુશ નથી...અનેક જગ્યાએ અધિકારીઓ ઉપર પણ ધારાસભ્યોના કામકાજની અસર વર્તાવા લાગી છે...તો સોૈએ શાનમાં સમજી જવુ જરૂરી છે.

(4:25 pm IST)