Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

જુઠ્ઠાણા મોદી સરકારની ઓળખ બની ચૂકી છે

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શૌરીના મોદી સરકાર પર આક્ષેપોઃ મોદી સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ

નવી દિલ્હી તા. ૨૭ : જાણીતા પત્રકાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ શૌરીએ એવો આક્ષેપ કર્યો છે કે જુઠ્ઠાણાં એ નરેન્દ્ર મોદી સરકારની ઓળખ છે અને મોદી સરકાર રોજગાર ઊભા કરવાનાં વચનોનો અમલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અટલબિહારી વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અરુણ શૌરીએ દેશના લોકોને સરકારનાં કાર્યોનું સૂક્ષ્મ રીતે મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું.

'ટાઈમ્સ લીટ ફેસ્ટ'માં ભાગ લેતાં અરુણ શૌરીએ જણાવ્યું હતું કે તેઓ કેટલાય દાખલા આપી શકે છે, જેમાં અખબારોમાં આખા પાનાની જાહેરખબર આપીને સરકારે માત્ર મુદ્રા યોજના દ્વારા સાડા પાંચ કરોડથી વધુ નોકરીઓ ઊભા કરવાનો આંકડો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પરંતુ આપણે તેના પર આશ્યર્ય ચકિત થવું દોઈએ નહીં, કારણ કે જુઠ્ઠાણાં એ મોદી સરકારની ઓળખ બની ચૂકી છે.

અરુણ શૌરીએ જણાવ્યું હતું કે આપણે એક વ્યકિત કે નેતા લાંબા સમયથી શું કરી રહ્યા છે તેની તપાસ કરવી જોઈએ નહીં, પરંતુ તેમના કાર્યો પર સૂક્ષ્મ નજર રાખવી જોઈએ. મહાત્મા ગાંધીનો દાખલો આપતા તેમણે જણાવ્યું હતું કે ગાંધીજી એવું કહેતા હતા કે તે વ્યકિત શું કરે છે તે દુઓ નહીં, પરંતુ તેના ચારિત્ર્યને જુઓ અને તમે તેના ચારિત્ર પરથી શું શીખી શકો છો તે ખાસ જુઓ.

તેમણે જણાવ્યું હતું કે આપણે બે વખત (પૂર્વ વડા પ્રધાન) વી.પી. સિંહ અને નરેન્દ્ર મોદીની બાબતમાં થાપ ખાઈ ચૂકયા છે. અરૂણ શૌરીએ સરકાર દ્વારા શિયાળુ સત્ર ટૂંકાવવાની પણ કડક ટીકા કરી હતી.

 

(4:23 pm IST)