Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

'કચ્છ' અને 'કમળ' બંને 'ક'થી શરૂ થાય છેઃ વિરોધીઓ ભલે કાદવ ઉછાળે, કમળ જ ખીલશેઃ નરેન્દ્રભાઈ

ભૂજની લાલન કોલેજ ખાતે વડાપ્રધાનનું વિશાળ જનમેદનીને સંબોધન

 નરેન્દ્રભાઇએ  કચ્છી ભાષામાં સંબોબન શરૂ કયું: કચ્છ અને કચ્છના માણસો દુનિયામાં પ્રખ્યાત : કચ્છ અને કમળ બન્ને  'ક' થી શરૂ થાય છેઃ જનતા આર્શીવાદ લેવા  નિકળ્યો છું: અબડાસા  અને આશાપુરા બન્ને 'અ'થી શરૂ થાય છેઃ હુ ગુજરાતના રગેરગથી વાકેફ છું: કમળ ખિલવામાં કાદવ   મોટી તાકાત બની જાય છેઃ  ગુજરાતમાં કાદવ ઉછળનારા ઓનું આભાર માનુ છું: કોંગ્રેસ ગુજરાતને પાછી ધકેલી છેઃ કોંગ્રેસ ગુજરાતને અન્નાય કરતી રહી છેઃ  કોંગ્રેસના પાપે ગુજરાત ડુબી રહ્યુ છેઃ કોંગ્રેસ ગુજરાતને દાઢમાં  રાખ્યુઃ મારી ટે્રનિંગ કચ્છમાં થઇઃ મહા ગુજરાત આદોલનમાં કોંગ્રેસે ગોળી ચલાવી હતીઃ કચ્છી બાજુ રેગિસ્તાન બીજુ પાકિસ્તાનઃ૩૦ વર્ષ નર્મદાનું પાણી આપ્યુ હોતતો હિજપ્તની જરૂર ન પડત : કચ્છમાં હવે ખેતી પણ થાય છેઃ વિકાસ ભાજપનો મંત્ર છેઃ કચ્છમાં કેસરી કેરી પેદા થાય છે : આ ચૂંટણીમાં વિકાસ વાદે વંશવાદ : કચ્છના ભૂકંપે મને નવી જીંદગી જીવવા મજબૂર કર્યો છે : રણમાંથી રૂપિયો કેવી રીતે કાઢવો તે ગુજરાતી જાણે છે : કચ્છમાં ફરવા માટે અઠવાડીયુ ઓછુ છે : વહીવટ કોને કહેવાય તે પણ કચ્છમાં શીખવ્યુ : મા આશાપુરાના આર્શીવાદ મેળવવા મારા માટે સૌભાગ્યઃ એક તરફ વિકાસમાં વિશ્વાસ છે જયારે બીજી તરફ વંશવાદ છેઃ વિપક્ષો ભલે કાદવ ઉછાડયે રાખે, કમળ ખીલતુ રહેશે. હું કાદવ ઉછાડનારાનો આભાર માનું છેઃ ''કચ્છ'' અને '' કમળ'' બંન્ને ''ક'' થી શરૂ થાય છેઃ ખેડૂતોની મહેનતને સલામ : જનતા જનોદનના આર્શીવાદ લેવા નિકળ્યો છુઃ કચ્છના ભુકંપ વખતે મારી ટ્રેનીંગ થયેલી, હું અહિંથી મેનેજમેન્ટ ગુણ શીખ્યોઃ કોંગ્રેસવાળાઓ ગુજરાતની જનતા તમને કયારેય માફ નહિં કરે, સરદાર પટેલના જમાનામાં કોંગ્રેસે ગુજરાતને પાછળ ધકેલ્યુઃ કોઈ ગુજરાતી ગુજરાતનું અપમાન સહન નહિં કરેઃ ગુજરાત મારો ''આત્મા'', ભારત મારો ''પરમાત્મા'': મહા ગુજરાત આંદોલન સાથે સંકળાયેલ યુવાઓની કોંગ્રેસે હત્યા કરેલ : તમારી આટલી હિમ્મત કે ગુજરાત આવી મારા પર હુમલા કરો. હું ગુજરાતનો દિકરો છુ. મારા પર કોઈ પણ દાગ નથી.: કોંગ્રેસ પાસે ન નિતી છે, ન નિયત છે અને ન નેતા છેઃ ભુતકાળમાં કોઈ અધિકારી કચ્છમાં પોસ્ટીંગ મેળવવા માંગતા ન હતા, કેમ કે અહિંનું પાણી પણ કાળા કલરનું હતુ : પાકિસ્તાને હાફીઝ સઈદને છોડ્યો ત્યારે કોંગ્રેસે તાલી વગાડવાની શું જરૂર હતી? : કોંગ્રેસના નેતાઓ કામરાજજી, આચાર્ય ક્રીપલાણી અને સુભાષચંદ્ર બોઝ વિશે વાત નથી કરતા કેમ કે તેઓ એક જ પરિવાર વિશે વાત કરી શકે છે : ગુજરાત માટે કોંગ્રેસને વેરભાવ : બહારના લોકો ગુજરાતના દિકરા પર હુમલા કરી રહ્યા છે : ગુજરાત ભાજપના આગેવાનો ૧૫૧ બેઠક કહી રહ્યા છે, જયારે સર્વે કરનારા ૧૪૦ સુધી લઈ જાય છે પણ મને ખાતરી છે કે ગુજરાતની જનતા ૧૪૦ની ધારણાવાળાઓને ખોટા પાડી ૧૫૧ બેઠકનો સંકલ્પ પૂરો કરશે : ગુજરાત મારી માં છે અને હું તો એક દિકરા તરીકે અહીં આવ્યો છું : આપે દિકરા તરીકે મને મોટો કર્યો છે, મારા ગુણદોષને બરાબર તરાશ્યા છે, પારખ્યા છે : જયારે ભૂકંપ આવે ત્યારે લોકો કહે છે આ બિલ્ડીંગ  પડી હતી પણ કચ્છના લોકો કહે છે કે આ સ્કુલ બની, આ હોસ્પિટલ બની, આ બિલ્ડીંગ બન્યુ, આ બધુ આપણી આર્મીના કારણે શકય બન્યુ. ૨૦૦૧ના ભૂકંપમાં માનનીય અટલજીએ મને આપની સેવા માટે મોકલ્યો હતો.

(2:01 pm IST)