Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

કલાસરૂમમાં વાંદરો ઘૂસ્યોઃ સ્ટુડન્ટનો જીવ ગયો

હૈદ્રાબાદ, તા. ૨૭ :. આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં શનિવારે સરકાર દ્વારા સંચાલિત જુનિયર કોલેજના કલાસરૂમમાં એક વાંદરો ઘુસી ગયો હતો, જેનાથી ડરીને કલાસના સ્ટુડન્ટસે નાસભાગ કરવા માંડી હતી. દરમ્યાન પડી જવાને લીધે એક સ્ટુડન્ટ ગંભીર રીતે ઘાયલ થયો હતો તથા બાદમાં મૃત્યુ પામ્યો હતો.

કલાસરૂમમાં વાંદરાને જોઈને સ્ટુડન્ટસે કલાસના બન્ને દરવાજામાંથી બહાર નિકળવાની નાસભાગ કરવા માંડી હતી. સ્ટુડન્ટસને નાસભાગ કરતા જોઈને ગભરાઈ ગયેલો વાંદરો પણ સ્ટુડન્ટસ જે દરવાજામાંથી બહાર નીકળતા હતા એ જ દરવાજાથી બહાર જવાની કોશિષ કરવા લાગ્યો હતો. આ નાસભાગ દરમ્યાન એક સ્ટુડન્ટ લપસી પડીને લોખંડના થાંભલા સાથે ટકરાઈ જતા તેને ગંભીર ઈજા થઈ હતી. સ્કૂલના શિક્ષકો તેમ જ કર્મચારીઓએ તેને નજીકની હોસ્પીટલમાં પહોંચાડયો હતો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સ્ટુડન્ટસે ઘણા સમય પહેલા કોલેજની ઓથોરીટીને વાંદરા વિશે જાણ કરી હતી, પરંતુ પંચાયતના અધિકારીઓએ કોઈ પગલા નહોતા લીધાં.

 

(11:38 am IST)