Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

૧પ પોલીસોએ ભેગા મળીને ડોગીનું માટલામાં ફસાયેલું માથું બહાર કાઢયું

બેન્ગલોરમાં તાજેતરમાં એક ડોગીનું બચ્ચું ગજબની મુશ્કેલીમાં ફસાઇ ગયું હતું. વાસ્તવમાં રમતાં-રમતાં કુતરાના એક બચ્ચાએ પ્લાસ્ટિના એક માટલામાં એનું માથું ફસાવી દીધું હતું અને ત્યાર બાદ એ એમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યું હતું. નસીબજોગે એને સમયસર મદદ મળી જતાં બચી ગયું હતું. કોઇકે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યાર બાદ ૧પ પોલીસોએ ભેગા મળીને ગલુડિયાનું માથું માટલામાંથી બહાર કાઢયું હતું. સૌપ્રથમ તેમણે પ્લાસ્ટિકના માટલામાં એક કાપો મુકયો હતો જેથી ગલુડિયું શ્વાસ લઇ શકે, ત્યારબાદ તેમણે ધીરે-ધીરે બચ્ચાનું માથું બહાર કાઢયું હતું બચ્ચુ જેવું બહાર નીકળ્યું કે તરત ત્યાંથી ભાગી છુટયું હતું.

 

(11:31 am IST)