Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

૧૮ ઓકટોબર ૨૦૧૮થી રામજન્મભૂમિ નિર્માણનો પ્રારંભઃ વિહિપ

આવતા મહિનાના પ્રથમ અઠવાડિયાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવા સંભાવનાઃ વિશ્વ હિન્દુ પરિષદે તો રવિવારે જ અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ ઘોષિત કરી દીધીઃ વિહિપે જાહેર કર્યું છે કે રામમંદિર નિર્માણનું કામ આવતા વર્ષે ૧૮ ઓકટોબર ૨૦૧૮થી શરૂ થઈ જશે. વિશ્વ હિન્દુ પરિષદના ઈન્ટરનેશનલ જોઈન્ટ સેક્રેટરી સુરેન્દ્રકુમાર જૈને  કર્ણાટકમાં યોજાયેલી ધર્મસંસદમાં જણાવ્યું હતું કે 'રામમંદિરના નિર્માણનું કાર્ય ૨૦૧૮ની ૧૮ ઓકટોબરથી શરૂ કરવામાં આવશે અને આગામી ધર્મસંસદ અયોધ્યામાં યોજવામાં આવશે. હિન્દુ મંદિરનો વહીવટ હિન્દુઓ દ્વારા જ સંભાળવામાં આવશે.'

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતના એક મહત્ત્વના નિવેદનના બે દિવસ બાદ સુરેન્દ્રકુમાર જૈનનું આ બયાન આવ્યું હતું. ધર્મસંસદના ઉદ્ઘાટનના દિવસે મોહન ભાગવતજીએ કહ્યું હતું કે 'રામમંદિર એના સ્થાન પર જ બાંધવામાં આવશે. ત્યાંના પથ્થરોનો ઉપયોગ માત્ર રામમંદિર બાંધવા માટે જ કરાશે. આ સ્થળ પર અન્ય કોઈ બાંધકામ નહીં કરવામાં આવે.'

(11:29 am IST)