Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

તામિલનાડુના રિક્ષાવાળાની ફરિયાદ અમેરિકાની પોલીસને કરી શકાય ?

ચેન્નાઇ તા.ર૭ : સોશ્યલ મીડિયાએ પબ્લીક અને પોલીસ પ્રશાસન વચ્ચેનું અંતર ઘટાડી દીધુ છે. ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોની પોલીસ ટવિટર પર હોવાને લીધે હવે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નથી પડતા.

તામિલનાડુના સલેમ જિલ્લાના એક માણસે ટવીટ્ર પર સલેમ પોલીસને પોતાની સમસ્યા બતાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક ભુલ થઇ ગઇ. વાત એમ છે કે સલેમના રહેવાસી અરૂણાનંદ ઓટોવાલાની ઓવરચાર્જીંગથી નારાજ હતા. તેમણે ટવિટ્ર પર સલેમ પોલીસને સંદેશો લખ્યો કે શું તમે જાણો છો કે આ વિસ્તારના ઓટોવાળાઓ ૧.પ કિલોમીટરના અંતર માટે પચાસ રૂપિયા જેટલુ જંગી ભાડુ લે છે ? શું આને કંટ્રોલમાં લાવવાનો કોઇ ઉપાય નથી ? ફરિયાદ તો માનો કે ઠીક હતી, પણ તેણે જે સલેમ પોલીસને આ ફરિયાદ ટેગ કરી એ તામિલનાડુનો નહી પરંતુ અમેરિકાની સલેમ પોલીસ હતી. અમેરિકાની પોલીસે ટવીટ્નો જવાબ વાળ્યો કે અમે અમેરિકાની સલેમ પોલીસ છીએ. આ ટવીટ્ જોતજોતામાં વાઇરલ થઇ ગઇ. જો કે હવે અરૂણાનંદને સલેમ પોલીસે ઓટોવાળાઓ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપીને જલ્દી ટવીટર પર આવવાનુ વચન પણ આપ્યુ છે.

(10:20 am IST)