Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


'ગુજરાતમાં તેને વોટ આપો જે BJPને હરાવી શકે'

કેજરીવાલની ગુજરાતીઓને અપીલ

નવી દિલ્હી તા. ૨૭ : અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના લોકોને કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં તે એવી પાર્ટીને વોટ આપે જેમના વિશે તેમને લાગી રહ્યું છે કે તે સત્ત્।ાધારી પક્ષ બીજેપીને હરાવી શકે. દિલ્હી સીએમ અને 'આપ'ના સંયોજક કેજરીવાલે કહ્યું, 'જો કયાંય 'આપ'જીતી રહ્યું હોય તો 'આપ'ને વોટ આપો'. જો અન્ય કોઈ પાર્ટી જીતી રહી હોય તો તેને વોટ આપો, પરંતુ ભાજપને હરાવો.

કેજરીવાલે રામલીલા મેદાનમાં 'આપ'ના રાષ્ટ્રીય સંમેલનમાં ભાષણ આપ્યું હતું. આ સંમેલન આમ આદમી પાર્ટીના પાંચ વર્ષ પુરા થવા પર યોજાયું હતું. જેમાં ૨૨ રાજયોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું, હું ગુજરાતના લોકોને આગ્રહ કરું છું કે તેવા ઉમ્મેદવારને વોટ આપો, જે બીજેપીને હરાવી શકે.

રામલીલા મેદાનમાં અન્ના હજારેએ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન આંદોલન શરૂ કર્યું હતું. જે બાદ ૨૦૧૨માં આપનું ગઠન કરવામાં આવ્યું. સંમેલનને સંબોધિત કરનારા લોકોમાં દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સાંસદ ભગવંત માન અને સંસ્થાપક સદસ્ય કુમાર વિશ્વાસ પણ શામેલ હતા. સંમેલનમાં દિલ્હી અને પંજાબના સાંસદો ઉપરાંત દિલ્હી નગર પાલિકાના સભાસદ પણ હાજર હતા.

(10:17 am IST)