Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

'ગુજરાત મોડેલ' કોઇ રીતે મોડેલ છે જ નહિઃ અર્થશાસ્ત્રી

સામાજીક માપદંડોમાં રાજ્ય પછાત હોવાનો જીન ડ્રેઝનો દાવો

નવી દિલ્હી તા. ૨૭ : વિકાસવાદી અર્થશાસ્ત્રી અને કાર્યકર્તા જીન ડ્રેઝે રવિવારે જણાવ્યું હતું કે ગુજરાતનું કથિત મોડેલ કોઇપણ રીતે કોઇ મોડેલ છે તે વાતનો કોઈ પુરાવો નથી. તેમણે સામાજિક માપદંડોમાં રાજયના પછાતપણાંના સંદર્ભમાં આ વાત કરી હતી.

ટાઇમ્સ લિટફેસ્ટમાં અર્થશાસ્ત્રી જીન ડ્રેઝે જણાવ્યું હતું કે 'તમે વિકાસ ઇન્ડેકસ (સૂચકાંક)ની કોઇ પણ શ્રેણીને જુઓ, ભલે તે સામાજિક, માનવ વિકાસ, બાળ વિકાસ, બહુઆયામી ગરીબી અને આયોજન પંચના તમામ સ્ટાન્ડર્ડ ગરીબી ઇન્ડેકસ હોય...તેમાં ગુજરાત હંમેશા વચ્ચે જ રહ્યું છે'.

તેમણે કહ્યું કે ગુજરાતની આ સ્થિતિ નરેન્દ્ર મોદી રાજયના સીએમ બન્યા તે પહેલાથી હતી અને તે પછી પણ રહી હતી. જીન ડ્રેઝે નરેગા (હવે મનરેગા)નાં ફર્સ્ટ વિઝનનો મુસદો તૈયાર કરવામાં મદદ કરી હતી. એક સમયે 'ગુજરાત મડલ(ગોટાળો)' શીર્ષકથી લેખ લખનારા ડ્રેઝે યાદ કર્યું હતું કે ગુજરાત મોડેલ શબ્દ ગત લોકસભાની ચૂંટણી (૨૦૧૪)ની આસપાસ દ્યડાયો હતો. તેમણે ઉમેર્યું કે આ મોડેલ આર્થિક ઇન્ડેકસ માપદંડોની દૃષ્ટિએ સારું છે. પરંતુ સામાજિક વિકાસના માપદંડોની રીતે તે નિરાશાજનક છે અને એક વિરોધાભાસી દાખલો પણ છે.

(10:11 am IST)