Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

૪૧ મુસ્લિમ દેશોએ લીધો આતંકવાદના સફાયાનો લીધો સંકલ્પ

આતંકવાદ વિરૂધ્ધ બનેલા મુસ્લિમ દેશોના ગઠબંધનના રક્ષા મંત્રીઓની આ પહેલી બેઠક હતી

રિયાદ તા. ૨૭ : સાઉદી અરેબિયાના શકિતશાળી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દુનિયામાંથી આતંકવાદના સફાયા સુધી આતંકીઓ વિરુદ્ઘ જંગ લડવાનું આહ્વાન કર્યું છે. રિયાદમાં ઈસ્લામિક આતંકવાદ વિરોધી ગઠબંધનમાં શામેલ ૪૦ મુસ્લિમ દેશોના અધિકારીઓની બેઠક દરમિયાન ક્રાઉન પ્રિન્સે આ વાત કહી. સાઉદી અરેબિયાના ડિફેન્સ મિનિસ્ટરની પણ જવાબદારી સંભાળી રહેલા મોહમ્મદ બિન સલમાને કહ્યું કે, 'વિતેલા થોડા વર્ષોમાં આતંકવાદ આપણા તમામ દેશોની અંદર પગપેસારો કરી ચૂકયો છે. આનું કારણ પરસ્પર સમન્વયની ઉણપ છે.'

આતંકવાદને ખતમ કરવાનું આહ્વાન કરતા સલમાને કહ્યું, 'હવે આ ગઠબંધન દ્વારા આતંકવાદને ખતમ કરવા માટે આજથી જ સંઘર્ષ શરૂ કરી દેવાશે.' આતંકવાદ વિરુદ્ઘ બનેલા મુસ્લિમ દેશોના ગઠબંધનના રક્ષા મંત્રીઓની આ પહેલી બેઠક હતી, આ ગંઠબંધનોમાં ૪૧ ઈસ્લામિક દેશો શામેલ છે. આને હિંસક આતંકવાદ વિરુદ્ઘ 'પેન-ઈસ્લામિક યુનાઈટેડ ફ્રન્ટ' નામ આપવામાં આવ્યું છે. સલમાનના જ નેતૃત્વમાં ૨૦૧૫માં આ ગઠબંધનનું એલાન કરાયું હતું.

મોહમ્મદ બિન સલમાન સાઉદીની સત્તામાં બીજા નંબરે પહોંચવાની સાથે જ ક્ષેત્રીય રાજનીતિમાં ઝડપી ફેરફાર જોવા મળી રહ્યાં છે. જોકે, આતંકવાદ વિરુદ્ઘ બનેલા ઈસ્લામિક દેશોના આ સંગઠનમાં સુન્ની બહુમતી અને સુન્ની શાસનવાળા દેશો જ શામેલ છે. આ ગઠબંધનમાં સાઉદી અરેબિયાના કટ્ટર હરિફ કહેવાતું ઈરાન શામેલ નથી. આ ઉપરાંત ઈરાન સાથે નિકટતા ધરાવનારા દેશ ઈરાક અને સીરિયા પણ આ ગઠબંધનનો ભાગ નથી.

સીરિયા અને યમનમાં ચાલી રહેલા જંગની વચ્ચે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે તણાવના તબક્કામાં જ બેઠક થઈ છે. જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઈરાનના મધ્ય પૂર્વ સશસ્ત્ર આતંકવાદી સંગઠનોના સમર્થન કરવાનો આરોપ લાગતો રહ્યો છે. આમા, લેબનોન સમર્થિત સંગઠન હિજબુલ્લા અને યમનના હૂથી વિદ્રોહી શામેલ છે. આ બેઠકમાં મુસ્લિમ બહુમતીવાળા મિસ્ત્ર, યૂએઈ, બહેરીન, અફઘાનિસ્તાન, યૂગાન્ડા, સોમાલિયા, લેબનાન, લિબિયા, યમન અને તુર્કી જેવા દેશો શામેલ હતા.

(9:46 am IST)