Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

હિન્દુઓએ હાથમાં મોબાઇલ નહીં પણ હથિયાર રાખવાની જરૂર છે

ઉડુપીમાં ધર્મસંસદમાં સ્વામી નરેન્દ્રનાથનું સનસનાટી ભર્યુ પ્રવચનઃ કહ્યું...

ઉડુપી તા. ર૭ :.. કર્ણાટકના ઉડુપીમાં ચાલી રહેલી ધર્મ સંસદમાં સ્વામી નરેન્દ્રનાથે ગઇકાલે એક વિવાદાસ્પદ બયાન કર્યુ હતું. ધર્મસંસદના અંતિમ દિવસે મંચ પરથી બોલતાં તેમણે હિન્દુઓને હથિયાર ઉઠાવવાની અપીલ કરતાં હતું કે 'હિન્દુઓએ પોતાની સાથે મોબાઇલ રાખવાને બદલે હથિયાર રાખવા જોઇએ. હાલના સમયમાં હિન્દુ મંદિરો પર હૂમલા થઇ રહ્યા છે. પુજા સ્થળોને બરબાદ કરવામાં આવી રહ્યાં છે. ત્યાં સુધી કે સંસદને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. એવામાં સ્વરક્ષા માટે હિન્દુઓ પાસે હથિયાર હોવા જરૂરી છે.'

સ્વામી નરેન્દ્રનાથે સ્વામી ગોવિંદદેવ ગિરીજી મહારાજના વિધાનનું પણ સમર્થન કર્યુ હતું જેમાં તેમણે હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી.

ધર્મસંસદના બીજા દિવસે હરિદ્વારના ભારત માતા મંદિરના સ્વામી ગોવિંદદેવ ગીરીજી  મહારાજે મીડિયા સાથે વાત કરતાં કહયું હતું કે 'યુનિફોર્મ સીવીલ કોડ અમલમાં આવે ત્યાં સુધી હિન્દુઓએ ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા જોઇએ. જે વિસ્તારમાં હિન્દુઓની સંખ્યા ઓછી છે ત્યાં ભારતે એ ક્ષેત્રથી હાથ ધોવા પડયા છે. 'હમ દો હમારે દો' ની નીતિ ફકત હિન્દુઓ સુધી જ સીમિત ન રહેવી જોઇએ.'

 

(9:42 am IST)