Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો

આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીની કિંમતોમાં થઈ રહેલી વધઘટ વચ્ચે સ્થાનિક સ્તરે આભૂષણોની માંગ વચ્ચે દિલ્હીના ઝવેરી બજારમાં સોનું દોઢસો રૂપિયા મોંઘું બન્યું છે. સોનું માસથી વધારે સમયગાળાની ઉચ્ચત્તમ સપાટી 32 હજાર 500 રૂપિયા પ્રતિ દશ ગ્રામ પર પહોંચી ગયું છે

સમયગાળા દરમિયાન ઔદ્યોગિક વપરાશમાં આવેલી સુસ્તીથી ચાંદી 20 રૂપિયાના ઘટાડા સાથે 39 હજાર 730 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી છે.

 બજારના વિશ્લેષકો મુજબ દુનિયાની અન્ય મુખ્ય કરન્સીઓના બાસ્કેટમાં ડોલરના તૂટવાથી સોનાની કિંમતોમાં વધારો થયો છે. પરંતુ બીજી તરફ નફાવસૂલીનું પણ દબાણ રહ્યું છે. મંગળવારે વૈશ્વિક બજારમાં સોનું ત્રણ માસની ઉચ્ચત્તમ સપાટી પર પહોંચ્યું હતું.

(9:10 pm IST)