Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

રાજધાની નવી દિલ્હીની હવામાં શ્વાસ લેવો પણ બનશે મુશ્કેલ:હવા બેહદ પ્રદૂષિત થવાની આશંકા

નવેમ્બરના પ્રથમ દસેક દિવસ સૌથી વધુ પ્રદૂષણનું જોખમ

નવી દિલ્હી :નવેમ્બરથી રાજધાની નવી દિલ્હીની હવા બેહદ પ્રદૂષિત થવાની આશંકા છે. દિવાળી બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થવાના આસાર છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે આવી સ્થિતિ ખરાબ હવામાન અને પવનની મંદ ગતિને કારણે આમ થશે.

    પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે પંજાબ અને હરિયાણા તરફથી પવન દિલ્હી આવશે. ખેડૂતો દ્વારા પાક લણ્યા બાદ કચરો બાળવાને કારણે થનારો ધુમાડો વધુ મુસીબત પેદા કરશે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પહેલી નવેમ્બરથી દશમી નવેમ્બર વચ્ચે હવામાન ખરાબ રહેશે. ખાસ કરીને પવનની દિશા કંઈક એવી હશે કે જેનાથી દિલ્હી ગેસ ચેમ્બર બને તેવી શક્યતા છે. જેના કારણે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એનવાયરમેન્ટ પોલ્યૂશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓથોરિટી ફોર એનસીઆરને દિવાળીના દશ દિવસોમાં દિલ્હીમાં કેટલીક બાબતોનું કડકાઈથી પાલન કરવાને લઈને આદેશ આપ્યા છે.

(8:28 pm IST)