Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કાશ્મીર : ખતરનાક ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

સુરક્ષા દળોની કાર્યવાહીથી ત્રાસવાદી ભયભીત : ઓપરેશન ઓલઆઉટથી ત્રાસવાદી લીડરો ફૂંકાઈ ચુક્યા

નવી દિલ્હી,તા. ૨૭ : જમ્મુકાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરૂપે આતંકવાદીઓની કમર તૂટી ગઈ છે. લશ્કરે તોયબા અને જૈશ સહિતના સંગઠનોના ટોપ ત્રાસવાદી લીડરો ફુંકાઈ ચુક્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષના ગાળામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદીઓ અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. આતંકવાદીઓને સ્થાનિક લોકોનો ટેકો હોવાથી કેટલાક અંશે પોતાની હાજરી પુરવાર કરવામાં ત્રાસવાદીઓ હાલમાં સફળ સાબિત થઈ રહ્યા છે. મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. સ્થિતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ આ વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૭૧ ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૧૩૨ ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે હજુ સુધી ૯૦ ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૭માં આ આંકડો ૧૪૦ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જોતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વર્ષે લશ્કલશ્કરી ઓપરેશનમાં જે ૧૮૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે તેમાં ૭૪ વિદેશી નાગરિકો સામેલ છે.  અને ૫૮ સ્થાનિક ત્રાસવાદીઓ સામેલ છે. આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના  અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. ખીણમાં હિજબુલ મુજાહીદ્દીનનુ નેતૃત્વ કરનાર ત્રાસવાદી બુરહાન વાનીને સેનાએ ગયા વર્ષે આઠમી જુલાઇના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો. ત્યારબાદ જાકીર મુસા પણ ઠાર થયો હતો. મોટા ત્રાસવાદી હાલના વર્ષોમાં ઠાર કરી દેવાયા છે.

(8:07 pm IST)