Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ભારત અને ચીનની વચ્ચે નવેમ્બરમાં વાતચીત થશે

૨૧માં દોરની વાતચીત થશે

નવી દિલ્હી,તા. ૨૭ : ભારત અને ચીન વચ્ચે આગામી મહિનામાં ૨૧મા દોરની સરહદી મંત્રણા થશે. એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રાજીવ ડોભાલ અને ચીનના સ્ટેટ કાઉન્સીલર તેમજ વિદેશ મંત્રી વાંગચી ચીનમાં યોજાનાર વાતચીતને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છો. ડોભાલ અને વાંગ ૨૩મી અને ૨૫મી નવેમ્બરના દિવસે યોજાનારી વાતચીતને લઈને આશાવાદી છે. વાતચીતને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરહદી વાતચીત માટે ખાસ પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે.  આ વર્ષે થનારા ફેરફારમાં ચીનના સ્ટેટ કાઉન્સીલર યાંગજેઈચીની જગ્યાએ વાંગને જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રણા માટે તારીખ નક્કી કરી લેવામાં આવી છે. જગ્યા હજુ નક્કી કરવામાં આવી નથી. ભારત અને ચીન સરહદી વિવાદમાં ૩૪૮૮ કિલોમીટરની વાસ્તવિક અંકુશરેખા સામેલ છે. ચીન અરૂણાચલપ્રદેશને દક્ષિણ તિબેટના એક હિસ્સા તરીકે ગણે છે. અરૂણાચલપ્રદેશના લોકોને નિયમિત વિઝા જારી કરવામાં આવતા નથી પરંતુ તેમને નત્થી વિઝા આપવામાં આવે છે. જેનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવેછે.

(8:14 pm IST)