Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

બાળલગ્નથી અમેરિકા પણ પરેશાન : વધી ગયા છૂટાછેડા ઘરેલુ હિંસાના મામલા

રાજકોટ :. ભારતમાં બાળલગ્ન એક એવી પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે. સરકારી શાસનથી તેનુ પ્રમાણ ઘટયુ છે પરંતુ સાવ પ્રથા ખતમ નથી થઈ. બાળલગ્ન ભારતમાં જ નહી પરંતુ દુનિયા વિકાસશીલ દેશ અમેરિકામાં પણ બાળલગ્ન પ્રથા છે. એના ખરાબ પરિણામથી ટ્રમ્પ સરકાર પણ તેના બંધ કરવા ઉપર દબાણ લાવી રહ્યા છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં લગ્નની ઉંમર નક્કી કરી નાખેલ છે. બાકી જગ્યાઓ પર તૈયારી ચાલુ છે. આવો જાણીએ બન્ને દેશોની શું હાલત છે.

અમેરિકામા ૨૦૦૦ થી ૨૦૧૦ સુધીમાં ૨.૪૮ લાખ બાળલગ્નો થયા છે. જેમા મોટા ભાગની છોકરીની ઉંમર ૧૨ વર્ષથી ઓછી હતી. પરિવારનો વિરોધ જોઈ હવે ટ્રમ્પ સરકાર નિયમોમાં સખ્તાઈ કરવા જઈ રહી છે. જેમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના લગ્નની છુટમાં ફેરફાર થશે.

યુનિસેફના અનુસાર વિતેલા કેટલાક દાયકાઓમાં અલગ અલગ દેશોમાં બાળલગ્નમાં ઘટાડો થયો છે. દુનિયામાં ૬૫ કરોડથી વધુ સ્ત્રીઓ હજુ એવી છે જેના લગ્ન ૧૮ વર્ષથી નાની ઉંમરે થઈ હતી. અમેરિકાના ઘણા રાજ્યોમાં લગ્નની ઉંમર ૧૮ વર્ષ છે. ૨૦૧૭મા ટેકસાસમા આવા લગ્ન ઉપર પ્રતિબંધ મુકયો છે. કેંટુકીમા ૧૭ વર્ષ સુધી બાળકો માતા-પિતા કે સરકારી મંજુરી મળે તે પછી જ લગ્ન કરી શકે છે. એવી જ રીતે મેરીલેન્ડમા પણ લગ્નની ઓછામાં ઓછી ઉંમર ૧૫ વર્ષ કરી દીધી છે.

ભારતમાં બાળલગ્ન સામાન્ય બાબત

દેશમાં બાળલગ્નનું રિવાજ હજુ ચાલુ છે. ખાસ કરીને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ બાળલગ્ન  થઈ રહ્યા છે.  યુનિસેફ જેવી વિશ્વ સંસ્થા દુનિયાભરમા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સગીર માને છે. અમારે અહીંયા સારી રીતે બોલી ન શકતા બાળકોના લગ્ન કરી દેવામા આવે છે. ભારતમાં બાળલગ્નના પાયાના કારણોમાં ગરીબી, અસુરક્ષાની ભાવના, શિક્ષણની કમી અને કાયદાની ઢીલાસ મુખ્ય છે.

બાળલગ્નનુ પરિણામ અમેરિકામાં સારૂ નથી આવી રહ્યું. લગભગ ૭૦ ટકા લગ્નો થોડા મહિનાઓમાં જ તૂટી જાય છે. છૂટાછેડાની સંખ્યા તેજીથી વધી રહી છે. કિશોરોમાં આ આંકડો ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. ઉતાવળે લગ્ન કરવાવાળી જોડીમાં ૫ બાળકોની સંભાવના ત્રણ ઘણી વધુ અને ૩૧ ટકા વધી ગઈ છે.

(4:53 pm IST)