Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પૂર્વ ઉપરાષ્ટ્રપતિનું ભાગલા અંગે વિવાદિત નિવેદન, ભારતને ગણાવ્યું જવાબદાર

દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આયોજિત સઈદ નકવીના પુસ્તક 'બીઇંગ ધ અધર- ધ મુસ્લિમ ઈન ઈન્ડિયા' ના વિમોચન પ્રસંગે અંસારીએ કહ્યું કે ૧૯૪૭માં થયેલા વિભાજન માટે ભારત પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે તે સમયે દેશના ભાગલા માટે ફકત પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત પણ જવાબદાર હતો. અમે એ માનવા તૈયાર નથી જ નથી કે ભાગલા માટે આપણે પણ બરાબર જવાબદાર છીએ

નવી દિલ્હી, તા. ર૭ :  દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિલ્હીમાં આયોજિત સઈદ નકવીના પુસ્તક 'બીઇંગ ધ   ધ અધર- ધ મુસ્લિમ ઈન ઈન્ડિયા' ના વિમોચન પ્રસંગે અંસારીએ કહ્યું કે ૧૯૪૭ માં થયેલા વિભાજન માટે ભારત પણ જવાબદાર છે. તેમણે કહ્યું કે તે સમયે દેશના ભાગલા માટે ફકત પાકિસ્તાન જ નહીં પરંતુ ભારત પણ જવાબદાર  હતો. અમે એ માનવા તૈયાર નથી જ નથી કે ભાગલા માટે આપણે પણ  બરાબર જવાબદાર છીએ.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ સમારોહમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે સરદાર વલ્લભબાઈ પટેલે કહ્યું હતું કે એકતા માટે ભાગલા જરૂરી છે. પટેલે માન્યું હતું કે ભારતને એક રાખવા માટે ભાગલા જરૂરી હતી. તેમણે કહ્યું કે આપણા બધાનો ફર્જ છે કે એકતા માટે કામ કરે. દેશના ભાગલા માટે રાજકીય કારણોસર મુસલમાનોને જવાબદાર ઠેરવવામાં આવ્યાં.

અંસારીએ કહ્યું કે જયાં પણ ખોટું કામ કરાયું ત્યાં આરોપી એક જ.... તમે બધા જાણો છો. ભારતની જનસંખ્યામાં ૨૦ ટકા ધાર્મિક અલ્પસંખ્યક છે. જેમાં ૧૪ ટકા મુસલમાનો છે. દર પાંચમો વ્યકિત ધાર્મિક અલ્પસંખ્યક છે. દર સાતમો વ્યકિત મુસ્લિમ અલ્પસંખ્યક છે. શું આટલી મોટી વસ્તીને તમે પારકા બનાવી શકો છો. કોઈ રીત છે. અને જો બનાવશો તો તેનું પરિણામ શું થશે.

તેમણે કહ્યું કે આપણા દેશમાં ૨૨ ભાષાઓ છે. પરંતુ તેમાંથી એક ભાષા ગાયબ થઈ ગઈ છે અને તે છે હિંદુસ્તાની. તેમણે કહ્યું કે આઝાદીના ચાર દિવસ પહેલા સરદાર પટેલે દિલ્હીમાં કહ્યું હતું કે જો દેશને એક રાખવો હોય તો ભાગલા જરૂરી છે. અંસારીએ કહ્યું કે પરંતુ જે રાજકીય હાલાત બદલાયા તો કોઈને તો જવાબદાર ઠેરવવાના હતાં. તેમણે કહ્યું કે જવાબદાર બનાવી દો, કોને, મુસલમાનોને બનાવી દો, બધાએ સ્વીકારી લીધુ કે મુસલમાનોને જવાબદાર બનાવવા જોઈએ.

(4:48 pm IST)