Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

૩ રાજયો માટે રમાતો કરોડોનો સટ્ટોઃ બુકીઓના મતે મ.પ્ર.-છતીસગઢમાં ભાજપ જીતશેઃ રાજસ્થાનમાં કોંગ્રેસ

ફોન, વેબસાઇટ, ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશન થકી રમાય છે સટ્ટોઃ પોલીસની પકડમાં આવતા નથી બુકીઓ : જો કોઇ શખ્સ BJP પર ૧૦,૦૦૦ લગાડે અને પક્ષ સતા પર આવે તો મળશે ૧૧૦૦૦: કોંગ્રેસ પર કોઇ કોઇ ૪૪૦૦ લગાડે અને કોંગ્રેસ સતા પર આવે તો માળે ૧૦,૦૦૦

ભોપાલ, તા.૨૭: જેમ-જેમ ત્રણ રાજયોમાં થતી વિધાનસભા ચુંટણીની તારીખો નજીક આવી રહી છે. તેમ-તેમ સટ્ટાબજાર પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. મધ્યપ્રદેશ, છતીસગઠ, અને રાજસ્થાનમાં કોની સરકાર બનશે સરકાર તેના પર બજારમાં સટ્ટા લાગવાનો શરૂ થઇ ચુંકયું છે. સદારીઓનું માનવું છે કે મધ્યપ્રદેશ અને છતીસગઠમાં બીજેપી ફરીથી જીતી શકે છે. બીજીબાજુ રાજસ્થાનમાં કોંગ્રેસની વાપસી થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પક્ષો આગામી વિધાનસભા ચુંટણીઓ માટે તેના ઉમેદવારોની પસંદગી પર માથાકુટ કરી રહી છે. બીજીબાજુ, સરેબાજો પર સક્રિય છે. જો સટ્ટાબજારના ટ્રેન્ડની વાત કરે એમપી અને છતીસગઠ માટે બીજેપી પર લાગી રહેલા રેટએ સંકેત આપી રહ્યો છે કે પક્ષ તમામ મુશ્કેલી બાદ પણ વાપસી કરી શકે છે.

સટેબાજોેના જણાવ્યા મુજબ જો કોઇ વ્યકિત બીજેપી પર ૧૦ હજાર રૂપિયા લાગે છે અને જો પક્ષ ફરી આવે છે. તો તેને ૧૧ હજાર રૂપિયા મળશે. બીજીબાજુ, જો કોંગ્રેસ પર કોઇ ૪,૪૦૦ રૂપિયા લગાવે છે. અને કોંેગ્રેસની સતામાં પાછી ફરે તો તેને ૧૦ હજાર રૂપિયા મળશે.

મતલબ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પર સટ્ટા લગાવતા લોકોને વધુ ફાયદો મળી શકે છે. પરંતુ સહેબાજોએ માનવું છે કે આ વિધાન સભા ચુંટણીમાં કોંગ્રેસની વાપસી મુશ્કેલીભરી લાગી રહી છે. બીજેપી પર સટ્ટા લાગતા લોકોને પ્રોફિટ માર્જિન ઓછો છે. કારણ કે સટાબાજોનું માનવું છે કે બીજેપી પર વધુ લોકો સટ્ટો લગાવશે

એક બુકીએ જણાવ્યું અમે આશા છે કે બીજેપી એમપીમાં ફરી જીત નોંધાવશે પરંતું સટાબાજોનું માનવું છે કે આ વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસમાં કોંગ્રેસની વાપસી મુશ્કેલી ભરી લાગી રહી છે. બીજેપી પર સટ્ટા લાગતા લોકોનો પ્રોફિટ માર્જિન ઓછો છે. કારણ કે સટાબાજોનું માનવું છે કે બીજેપી પર વધું લોકો સટ્ટો લગાવશે.

ઉલ્લેખનીય છે કે દરેક ચુંટણીનાં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે ફોન, વેબસાઇટ અને ઓનલાઇન મોબાઇલ એપ્લીકેશન દ્વારા સટ્ટો લાગે છે તેના કારણે પોલીસ માટે રેકેટને પકડવું મુશ્કેલ બન્યું છે.

(4:47 pm IST)