Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પોતાના અધિકારીઓ સાથે કરાયેલી ગેરવર્તણૂંકથી આઇબી લાલઘૂમ, અજીત ડોભાલને કરી ફરિયાદ

નવીદિલ્હી, તા.૨૭: સીબીઆઈ ડાયરેકટર આલોક વર્માના ઘરની બહાર ઈંટેલિજેંસ બ્યૂરો (IB)ના અધિકારીઓ સાથે થયેલી ગેરવર્તણૂંકને લઈને આઈબી લાલદ્યુમ છે. આઈબી ચીફે આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને ફરિયાદ પણ કરી અને આ સંબંધે અન્ય જાણકારીઓ પણ આપી છે.

અંદરો અંદર અધિકારીઓ સાથે વિવાદ થતા સીબીઆઈ ચીફ આલોક વર્માને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ અહીં આઈબીના ૪ અધિકારીઓની શંકાસ્પદ હિલચાલ બદલ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દરમિયાન આઈબી અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ મંત્રાલયાના અધિકારીઓએ પણ કહ્યું હતું કે, આલોક વર્માના ૨, જનપથ નિવાસસ્થાન બહાર અત્યંત સુરક્ષીત વિસ્તારમાં ચાર વ્યકિતઓ શ્નનિયમિત, ગુપ્તલૃડ્યુટી પર હતાં. આ ચારે અધિકારીઓની પુછપરછ પણ હાથ ધરવામાં આવી હતી. આઈબી અધિકારીઓને સડક પર કોલર પકડીને સીબીઆઈ ડાયરેકટરમાં પરાણે લઈ જવામાં આવ્યા હતાં. આ દ્યટનાના વીડિયો પણ વાયરલ થયા હતાં. જેને લઈને આઈબીમાં ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે.

આ પ્રકરણમાં આઈબી ચીફે રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત સમગ્ર પ્રક્રિયાથી વાકેફ પણ કર્યા હતાં. નારાજ આઈબીએ દિલ્હી પોલીસ પર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈબીએ દિલ્હી પોલીસના છ કર્મચારીઓના નામ આપ્યા છે, જેમાં સીબીઆઈ ચીફના પીઆરઓનું નામ પણ શામેલ છે. આઈબીએ આ તમામ વિરૂદ્ઘ કાર્યવાહી કરવા કહ્યું છે. આ ઉપરાંત આ મામલે આઈબી અન્ય જાણકારીઓ પણ એકત્ર કરી રહી છે. જેના દ્વારા તેમના અધિકારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આમ સીબીઆઈ બાદ હવે આઈબી અને દિલ્હી પોલીસ સામસામે આવી ગયા છે.

(4:47 pm IST)