Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

'કૌન બનેગા કરોડપતિ' બંધ થશેઃ અંતિમ એપિસોડ ર૩ નવેમ્બરે

નવી દિલ્હી તા. ર૭: અભિતાભ બચ્ચનનો ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' અંગે એક અહેવાલો મુજબ, 'કૌન બનેગા કરોડપતિ' ઓફ એર થવાનો છે. સુત્રોના જણાવ્યા મુજબ ૩ સપ્ટેમ્બર ર૦૧૮ થી શરૂ થયો કેબીસી સીઝન ૧૦નો અંતિમ એપિસોડ ર૩ નવેમ્બરે આવશે. આ વખતે શોની ૧ર સપ્તાહની સીરીઝમાં પ્લાન કરવામાં આવ્યું હતું અને હવે તે ખત્મ થવા જઇ રહી છે.

આ સપ્તાહની ટીઆરપીની વાત કરવામાં આવે તો 'કેબીસી' છઠ્ઠા નંબર પર છે જયારે નાગિન-૩ પ્રથમ નંબર પર છે અને કુંડલી ભાગ્ય બીજા નંબર પર છે અહેવાલો એ પણ છે કે આ શોના કારણે સોની ટીવીના બે નવા શો આવશે અને બે શોના નામ છે 'પતિયાલા બેઇસ' અને 'લેડીઝ સ્પેશ્યલ'

(4:47 pm IST)