Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સંપતિનાં મામલે ગુજરાતનાં ૫૮ ધનકુબેરોને હંફાવતા રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી

ગુજરાતના ૫૮ ધનકુબેરોની સંપતિ રૂ.૨.૫૮ લાખ કરોડ જયારે મુકેશ અંબાણીની એકલાની સંપતિ ૩.૭૧ લાખ કરોડ

નવીદિલ્હી, તા.૨૭: દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સંપતિના મામલે નવા રેકોર્ડ તોડી રહ્યા છે. અરબપપિઓની વાત કરીએ તો ગુજરાત દેશના અન્ય રાજયોના મુકાળેલ અગ્રિમ માનવામાં આવે છે. પરંતુ ગુજરાતના ૫૮ સૌથી ધનિક અરબપતિઓની સંપતિનો સરવાળો કરવામાં આવે તો તો પણ મુકેશ અંબાણી એકલા તેના પર ભારે પડે છે. ગુજરાતના ૫૮ અરબપતિઓ માંથી પ્રત્યેક પર ઓછામાં ઓછી ૧૦૦૦ કરોડ રૂપિયાની મૂડી છે.

ગુજરાત ૫૮ સૌથી અમીર લોકોની કુલ સંપતિ ૨.૫૪ લાખ કરોડ રૂપિયા છે. જયારે મુકેશ અંબાણીની પાસે ૩૭૧ લાખ કરોડ રૂપિયાની સંપતિ છે. હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટના જણાવ્યા મુજબ મુકેશ અંબાણી સતત ૭માં વર્ષમાં દેશના સૌથી ધનિક વ્યકિત બની ગયા છે. અને અન્ય ધનિકોની સરખામણીએ તેનું સ્થાન સતત વધી રહ્યું છે. એ પણ સંજોગ છે કે મુકેશ અંબાણી ખુદ પણ મૂળ ગુજરાતી છે.

દેશમાં અરબપતિઓની સંખ્યા અને મૂડીના મામલે ગુજરાત ચોથા નંબર પર છે.  રાજયમાં ૫૮ મંગા કરોડપતિઓની પાસે ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂડી છે. તેમાંથી ૪૭ તો એકલા ખાનગી બેન્ક બાકર્લેઝના ચીફ એકિઝકયુટિવ ઓફિસર સત્ય નારાયણ બંસલે જણાવ્યું, ૨૦૧૮માં ગુજરાતમાં અલ્ટ્રા રિચ લોકોની યાદીમાં ૨૨ લોકોના નામ ઉમેરાયા છે. ૨૦૧૭માં૩૬ લોકોની સંપત્તિ ૨.૪૦ લાખ કરોડ જેટલી હતી. ૭૧,૨૦૦ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સૌથી ધનિક વ્યકિત છે. આખા ભારતમાં ધનિકોની યાદીમાં અદાણીનો ક્રમ આઠમો આવે છે. ત્યાર બાદ ૩૨,૩૦૦ કરોડની નેટ વર્થ સાથે ઝાયડસ ગૃપના પંકજ પટેલનો સમાવેશ થાય છે. ત્રીજા ક્રમે AIA એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ (૯૭૦૦ કરોડ), કરસનભાઈ પટેલ (૯૬૦૦ કરોડ) અને ટોરેન્ટ ગૃપના પ્રમોટર્સ સમીર અને સુધીર  મહેતા (૮૩૦૦ કરોડ) સાથે આવે છે.

રિપોર્ટ મુજબ ૨૮ લોકોએ પોતાના બળે આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે જયારે ૧૭ લોકો એવા છે જેમને વારસામાં સંપત્તિ મળી છે. ફાર્માસ્યુટિકલ, કન્સ્ટ્રકશન અને એન્જિનિયરિંગ, સોફ્ટવેર અને સર્વિસિસ જેવા ક્ષેત્રોમાં સૌથી વધારે ધનિકો છે. અબજોપતિઓનો લિસ્ટ ૩૧ જુલાઈ ૨૦૧૮દ્ગક નેટવર્થના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. દેશના ૮૩૧ સૌથી ધનિક વ્યકિતમાં મુકેશ અંબાણી છેલ્લા સાત વર્ષથી ટોચના સ્થાને છે. તેમની નેટ વર્થ ૩.૭૧ લાખ કરોડ જેટલી છે. હેતા (૮૩૦૦ કરોડ) સાથે આવે છે.(૨૨.૯)

 

(3:41 pm IST)