Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

૩૦મીએ રેલવેની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની શકાયતા

આસિસ્ટન્ટ પાયલટ અને ટેકિનશિયન માટેની પરીક્ષા આપનારની પ્રતીક્ષાનો આવશે અંત

નવીદિલ્હી, તા.૨૭: રેલવે રિક્રુમેન્ટ બોર્ડ(RRB)તરફથી ફેબ્રુઆરી ૨૦૧૮માં ઘોષિત કરવામાં આવેલી આસિસ્ટન્ટ પાયલટ અને ટેકિનશિયન માટેની પરીક્ષા આપનાર ઉમેદવારની પ્રતીક્ષાનો અંત આવે તેવા અગત્યના સમાચાર આવ્યા છે.

રેવલે રિક્રુમેન્ટ બોર્ડ તરફથી વહેલી તકે પરિણામ ઘોષિત કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે રેલવે ૩૦ ઓકટોબરે પરિણામ જાહેર કરે તેવી શકયતા છે.(૨૨.૧૬)

 

(3:41 pm IST)