Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મોબાઇલ ફોન માટે આધાર ઓથેન્ટિકેશન બંધ કરો : ટેલિકોમ કંપનીઓને આદેશ

નવીદિલ્હી તા ૨૭ : કેન્દ્ર સરકારની યુનિક ઓથેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ગઇ કાલે  હાલના મોબાઇલ ફોન કનેકશન માટે ગ્રાહકોના ઇલેકટ્રોનિક વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. UIDAI એ ટેલિકોમ કંપનીઓનેઉકત આદેશના અમલની વિગતો પણ જણાવવાની સુચના આપી હતી.

UIDAI  એ ગ્રાહક સ્વૈચ્છિક રીતે નવા ફોન-કનેકશન માટે આધાર કાર્ડ બતાવે તો ઓથેન્ટિફિકેશન માટે એ સ્વીકારવા કંપનીઓનેજણાવ્યું હતું. ગયા મહિને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં પ્રાઇવેટ કંપનીઓ તથા એન્ટિટીઝને કાનૂની જોગવાઇના અભાવે ઓથેન્ટિફિકેશન માટે આધાર કાર્ડ વાપરવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. (૩.૪)

 

(3:37 pm IST)