Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નાના ખેડુતોને વીજળી સબસીડીનો લાભ મળી રહ્યો નથી

નીતી આયોગના એગ્રીકલ્ચર મેમ્બર રમેશ ચંદ્રએ કર્યો વિરોધઃ એમએસપી પર ખરીદી કરતા ખેડુતોની સમસ્યાનો ઉકેલ નહી

નવી દિલ્હી, તા.૨૬: નીતિ આયોગના અગ્રિકલચર મેમ્બર રમેશ ચંદ્રએ ખેડૂતોને આપવામાં આવતી સબસીડી પર આપત્ત્િ। દર્શાવી છે.તેઓનું કહેવું છે કે તેને તર્ક સંગત બનાવાની જરૂરિયાત છે.આયોગ દરેક રાજયો દ્વારા આપવામાં આવતી સબસીડીને તર્કસંગત બનાવા માટે એક રીપોર્ટ સરકારને સોંપવામાં આવશે.રમેશ ચંદ્ર નવી દિલ્હીમાં ભારત કૃષક સમાજ દ્વારા આયોજિત ફૂડ સિસ્ટમ પર કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા.

તેઓએ કહ્યું કે દરેક પ્રકારની સબસીડી ટ્યુબવેલ પર આપવામાં આવી રહી છે.તે યોગ્ય નથી.વર્તમાનમાં દેશભરની રાજય સરકારો ૧.૧૨ લાખ કરોડ રૂપિયાની સબસીડી આપી રહી છે.એમએસપી પર પાકની ખરીદી નહીં હોવાના સંબંધી સવાલના જવાબમાં રમેશ ચંદ્રએ કહ્યું કે એમએસપી પર પાકોને ખરીદવા ખેડૂતોની આવક સાથે સંબંધિત સમસ્યાનો ઉકેલ નથી.એમએસપીનો લાભ આંતરરાષ્ટ્રીય કિંમતને જોઈને આપવી પડે છે.જો આજની તારીખમાં અમે એમએસપી પર સમગ્ર દેશનું અનાજ ખરીદે છે. તો તે એક્ષપોર્ટ કરી શકાય નહી.

આંતરરાષ્ટ્રીય બજારમાં અનાજની કિંમત દેશની હાલની કિંમતથી ઓછી છે.

તેઓએ કહ્યું કે એમએસપી પર પાક ખરીદવાના લાભ મોટા ખેડૂતોને મળી રહ્યો છે.હાલના સર્વે મુજબ,દેશના ૮૬ ટકા ખેડૂતોની પાસે બે હેકટરથી ઓછી જમીન છે.જે દેશની ૪૭ ટકા થાય છે.બાકી રહેલા ૧૪ ટકા લોકોની પાસે દેશની કુલ ૪૩ ટકા જમીન છે.એવામાં નાના ખેડૂતોને પ્પોતાની સરપ્લસ પાકને મંડીમાં લાવવા સફળ થઇ શકે નહી.(૨૨.૮)

(3:37 pm IST)