Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દુનિયાના અબજોપતિઓની સંપત્તિમાં જબ્બર વધારો નોંધાયો

પૃથ્વી પરના સૌથી ધનવાન લોકોની સંપત્તિ વધીને ૮.૯ ટ્રિલિયન ડોલરના આંકે પહોંચી છે

લંડન – દુનિયાના અબજોપતિઓએ ઈતિહાસમાં બીજા કોઈ પણ વર્ષ કરતાં ૨૦૧૭માં વધારે કમાણી કરી હતી.

પૃથ્વી પરના સૌથી ધનવાન લોકોની સંપત્તિ વધીને ૮.૯ ટ્રિલિયન ડોલરના આંકે પહોંચી છે. વિશ્વના અબજોપતિઓ વર્ષ ૨૦૧૭જ્રાક્નત્ન ૨૦ ટકા વધુ ધનવાન બન્યા હતા. આ જાણકારી સ્વિસ બેન્ક શ્ગ્લ્ દ્વારા આપવામાં આવી છે.

વિશ્વમાં રોથચિલ્ડ્સ, રોકફેલર્સ, વોન્ડરબિલ્ટ્સ જેવા ધનકુબેર પરિવારો ભરપૂર સંપત્તિ પર અંકુશ ધરાવે છે.

UBSના '૨૦૧૮ના અબજોપતિઓ' અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા ૩૦ વર્ષોમાં ધરતી પર સંપત્તિ નિર્માણમાં અનેકગણો વધારો નોંધાયો છે. અમેરિકા અને યુરોપમાં બિઝનેસ, બેન્કિંગ, રાજકારણ, સખાવત તથા આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં નવી પેઢીના પરિવારોની વગ ખૂબ વધી છે.

વિશ્વના ૨,૧૫૮ અબજોપતિઓની સંપત્તિ વર્ષ ૨૦૧૭માં ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલી વધી હતી. આ આંકડો સ્પેન કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોના જીડીપી કરતાંય વધારે છે.

પહેલેથી જ ધનવાન રહેલા આ લોકોને શેરબજારોની તેજીએ વધારે સંપત્તિવાન બનાવ્યા છે.

ગયા વર્ષે નવા ૧૭૯ અબજોપતિ નોંધાયા હતા. આમાંના ૪૦ જણને સંપત્તિ વારસામાં મળી છે. એવા દ્યણા અબજોપતિઓ છે જેમની વય ૭૦ વર્ષની થઈ છે તેથી એવું મનાય છે કે આગામી ૨૦ વર્ષમાં વધુ ૩.૪ ટ્રિલિયન ડોલરની સંપત્તિના નવા માલિક બનશે.

મૃતક અબજોપતિઓ તરફથી અઢળક સંપત્તિ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા દર વર્ષે ૧૭ ટકા જેટલી વધે છે. ૨૦૧૭નાં તે વધીને ૧૧૭ અબજ ડોલર થઈ હતી. એકલા ૨૦૧૭માં વર્ષમાં જ ૪૪ વારસદારોને પ્રત્યેકને ૧ અબજ ડોલરથી વધુની સંપત્તિ વારસામાં મળી હતી.(૨૨.૪)

(3:35 pm IST)