Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સરકાર ટુંક સમયમાં નવી એગ્રી એકસપોર્ટ પોલિસી જાહેર કરશે

એમાં એગ્રો સ્પેસિફિક ઝોન્સ પર ફોકસ કરવામાં આવશે

નવી દિલ્હીતા ૨૭ : કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં નવી એગ્રી એકસપોર્ટ પોલિસિની જાહેરાત કરવામાંઆવશે અને નવી પોલિસિમાં એગ્રો સ્પેસિફિક ઝોન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એમ કેન્દ્રીય વાણિજયપ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું

વાણિજય પ્રધાને જણાવ્યું હતું કે '' દેશમાં ૬૦૦ લાખ ટન એગ્રી પ્રોડકટસનું ઉત્પાદન થાય છે, જેમાં બગાયત અને મુખ્ય ખેત-પાકોનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા ખેડૂતોની આવક વધે અને ફુડ-પ્રોડકટસનો બગાડ ઓછો થાય એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓર્ગેનિક પ્રોડકટસની પણ નિકાસ વધે એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સુરેશ પ્રભુએ વધુમાં કહ્યું હતું કે '' ઓર્ગેનિક પ્રોડકટસની નિકાસ કરવા માટેનો આ સોનેરી સમય છે. જેની દેશમાં નિકાસ પર સારી તક રહેલી છે. દેશમાં ૨૦૧૭-૧૮ માં ૧૭ લાખ ટન સર્ટિફાઇડ કોમોડિટી છે જેમાં તેલીબીયાં, શેરડી, ધાન્ય પાકો, કપાસ, કઠોળ, અને ચા, ફળઅને મરી-મસાલાનો પણ સમાવેશ થાય છે. વિતેલા વર્ષમાં કુલ ૪.૫૮ લાખ ટનની નિકાસ થઇ હતી''.

કેન્દ્ર સરકાર દ્વારા નવી એગ્રી એકસપોર્ટ પોલિસિની જાહેરાત થયા બાદ નિકાસ વેપારો પણ વધી જાય એવી સંભાવના છે અને દેશમાં જંગી સ્ટોક પડયો છે, ત્યારે એમાં પણ ઘટાડો થાય એવી સંભાવના છે.

(3:32 pm IST)