Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

નવેમ્બરના શરૂઆતમાં ૫ દિવસ અને અંતમાં પણ ૩ દિવસ બંધ રહેશે બેંક!

નવેમ્બર મહિનાના શરૂઆતમાં બે મોટા તહેવાર આવી રહ્યા છે. એક દિવાળી અને બીજી છઠ છે

નવી દિલ્હી, તા.૨૭: નવેમ્બર મહિનાના શરૂઆતમાં બે મોટા તહેવાર આવી રહ્યા છે. એક દિવાળી અને બીજી છઠ છે. આ તહેવારોના કારણે બેંકોમાં લાંબી રજાઓ રહી શકે છે. આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, ૭ નવેમ્બર દિવાળી, ૮ નવેમ્બર બેસતુવર્ષ અને ૯ નવેમ્બરે ભાઈબીજના કારણે બેંક બંધ રહેશે. ૧૦ નવેમ્બરે બીજો શનીવાર હોવાના કારણે કેટલીક બેન્કો બંધ રહેશે અને ૧૧ નવેમ્બરે રવિવાર હોવાથી રજા રહેશે. જેથી સળંગ પાંચ દિવસ બેન્કો બંધ રહી શકે છે.

તમને જણાવી દઈએ કે, સરકાર હંમેશા બેન્કોમાં આટલી લાંબી રજા પર હંમેશા રોક લગાવી દે છે, પરંતુ તમારે આની પૂરી તૈયારી કરી લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે, સરકાર હંમેશા બેન્કોમાં આટલી લાંબી રજા પર હંમેશા રોક લગાવી દે છે, પરંતુ તમારે આની પૂરી તૈયારી કરી લેવી જોઈએ.

નવેમ્બરના અંતમાં પણ ત્રણ દિવસની રજા આવી શકે છે. ૨૩ નવેમ્બર ઈદ-એ-મિલાદ, ૨૪ નવેમ્બરે શનીવાર અને ગુરી તેજ બહાદુર જીનો શહીદી દિવસ આ પર્વ પર કેટલાક રાજયમાં રજા રહે છે. આ સિવાય ૨૫ નવેમ્બરે રવિવાર હોવાથી બેન્કોમાં રજા રહેશે.

ગુજરાતમાં ૭ નવેમ્બરે દિવાળી, ૮ નવેમ્બરે નૂતનવર્ષ અને ૯ નવેમ્બરે ભાઈબીજ, ૧૦ નવેમ્બરે બીજો શનીવાર અને ૧૧ નવેમ્બરે રવાવાર હોવાથી લગભગ પાંચ દિવસ બેન્ક બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં ૭ અને ૮ નવેમ્બરે બેન્કો બંધ રહેશે. ત્યારબાદ ૯ તારીખે બેન્કો ખુલ્લી રહેશે. જયારે ૧૦,૧૧ નવેમ્બરે ફરી બેન્કો બંધ રહેશે.(૨૩.૧૯)

(3:32 pm IST)