Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ફેસબુકમાં આવ્યુ નવું ફિચર: ફોટા અને વીડિયોમા હવે એડ કરી શકશો સૉન્ગ

ફેસબુક પોતાના યુઝર્સ માટે નવા નવા ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. ત્યારે ફેસબુક વધુ એક ખૂબ જ ખાસ ફિચર લાવી રહ્યુ છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાની પ્રોફાઈલમાં ગીતને એડ કરી શકશે જે વીડિયો અને ફોટો બંને વિકલ્પોમાં જોવા મળશે.

 આ ઉપરાંત તે લિપ સિંગ લાઈવ ફિચર પણ લોન્ચ કરવા જઈ રહ્યુ છે. જેની મદદથી યુઝર્સ ગીતની સાથે લિપ સિંગ કરીને પ્રોફાઈલ બનાવી શકશે.

(1:37 pm IST)