Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તેજસ્વી યાદવ અને ઉપેન્દ્ર કુશવાહ વચ્ચે મુલાકાતથી રાજકીય ગરમાવો :ચિરાગ પાસવાને કર્યો ફોન :નવા સમીકરણના સંકેત

નવી દિલ્હી:લોકસભા ચૂંટણી પહેલાં બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકો માટેની ખેંચતાણ ખતમ થઈ ગઈ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર વચ્ચે દિલ્હીમાં થયેલી બેઠકમાં બેઠકોની ફોર્મ્યુલા પ૦-પ૦ રાખવાનું નક્કી થયું છે. ભાજપ-જેડીયુની આ સમજૂતીથી બિહાર એનડીએના અન્ય સાથી પક્ષો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.

અમિતભાઈ શાહ અને નીતીશકુમારની મુલાકાત બાદ બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને ચિરાગ પાસવાને અચાનક જ તેજસ્વી યાદવને ફોન કરતાં નવા સમીકરણો સામે આવ્યા છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ અને કેન્દ્ર સરકારના પ્રધાન તથા આરએલએસપી નેતા ઉપેન્દ્ર કુશવાહા વચ્ચે મુલાકાત થતાં મોટી રાજકીય ઊથલપાથલ નિશ્ચિત ગણાય છે. કુશવાહા સાથેની મુલાકાત બાદ તેજસ્વી યાદવે જણાવ્યું કે એનડીએમાં કુશવાહા જેવા વરિષ્ઠ નેતાનું અપમાન થઈ રહ્યું છે.

બેઠકમાં ક્યા મુદ્દે ચર્ચા થઈ તેની જાણકારી યોગ્ય સમયે આપવામાં આવશે. તેજસ્વી યાદવે કુશવાહાને મહાગઠબંધનમાં જોડાવવા ફરી એક વખત આમંત્રણ આપ્યું છે. તેજસ્વીએ જણાવ્યું કે આરજેડી ગઠબંધનને જનાધાર મળ્યો છે.

(1:05 pm IST)