Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

૭ સાંસદો અને ૧૯૯ ધારાસભ્યો એ પાનકાર્ડની વિગતો છુપાવી

ચૂંટણી સમયે નામાંકન પત્ર ભરતી વખતે તેની ખાસ જરૂર છે. શુક્રવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વિગતો આપવામાં આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને નેશનલ ઈલેકશન વોચ (એનઈડબલ્યુ)ના : આ રિપોર્ટને ૫૪૨ લોકસભા સાંસદો અને ૪૦૮૬ ધારાસભ્યોના પાન વિવરણના વિશ્લેષણ બાદ તૈયાર કરાયો છે

નવીદિલ્હી, તા.૨૭: દેશમાં હાલના સાત સાંસદો અને ૧૯૯ ધારાસભ્યોએ પોતાના પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી. ચૂંટણી સમયે નામાંકન પત્ર ભરતી વખતે તેની ખાસ જરૂર છે. શુક્રવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વિગતો આપવામાં આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને નેશનલ ઈલેકશન વોચ (એનઈડબલ્યુ)ના આ રિપોર્ટને ૫૪૨ લોકસભા સાંસદો અને ૪૦૮૬ ધારાસભ્યોના પાન વિવરણના વિશ્લેષણ બાદ તૈયાર કરાયો છે.

સંસદ અને રાજય વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાના નામાંકનપત્રો સાથે પોતાના સોગંદનામામાં પાનની વિગતો આપવાની રહેતી હોય છે. એડીઆરએ એક નિવેદનમાં કહ્યું કે પાન કાર્ડની વિગતો જાહેર નહીં કરનારા સૌથી વધુ કોંગ્રેસના ૫૧ ધારાસભ્યો છે. ત્યારબાદ ભાજપના ૪૨ અને માકપાના ૨૫ ધારાસભ્યો છે.

રાજયવાર જોવા જઈએ તો સૌથી વધુ સંખ્યા કેરળમાંથી ૩૩ છે. ત્યારબાદ મિઝોરમ (૨૮) અને મધ્ય પ્રદેશ (૧૯) છે. રસપ્રદ વાત એ છે કે મિઝોરમ રાજય વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાં જ ૪૦ હોય છે અને તેમાંથી પણ ૨૮ ધારાસભ્યોએ પાનકાર્ડની વિગત આપી નથી.(૨૨.૫)

(11:41 am IST)