Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

હવે સરકાર RBI વચ્ચે મતભેદો ! ઉઠી સ્વાયતતાની માંગ

રિઝર્વ બેંકના ડે. ગવર્નર વિરલ આચાર્યનો ધડાકો : રિઝર્વ બેંકની સ્વાયતતાને અવગણવું વિનાશકારી સાબિત થશે : જે સરકાર રિઝર્વ બેંકને કામની આઝાદી નથી દેતી તેણે સહન કરવી પડે છે બહારની નારાજગી : સરકાર ટી-ર૦ રમે છે જયારે રિઝર્વ બેંક ટેસ્ટ મેચ રમે છે

મુંબઇ, તા. ર૭ : રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર ફરી એક વખત સરકારને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું છે કે, દેશના અર્થતંત્રને સુધારવા માટે રિઝર્વ બેંકને વધુ સ્વાયતતા આપવાની જરૂર છે. રિઝર્વ બેંકના ડે. ગવર્નર વિરલ આચાર્યએ જણાવ્યું છે કે, રિઝર્વ બેંકને સ્વાયતતાને નજરઅંદાજ હતું કે, રિઝર્વ બેંકની નીતિઓ નિયમો પર આધારિત હોવી જોઇએ.

તેમણે કહ્યું હતું કે, 'ફાઇનાન્સીયલ અને મેકોઇકોનોમિક સ્ટેબિલીટી' માટે એ જરૂરી છે કે, રિઝર્વ બેંકની સ્વાયતતા વધારવામાં આવે. રિઝર્વ બેંકને જાહેર ક્ષેત્રની બેંકોના મામલે વધુ રેગ્યુલેટરી અને સુપરવાઇઝરી પાવર આપવા જોઇએ. ડે. ગવર્નરની ટિપ્પણી એવા સમયે આવી છે કે, જયારે કેન્દ્ર સરકાર દેશની પેમેન્ટ સિસ્ટમ માટે એક અલગ રેગ્યુલેટરની સંભાવના ઉપર વિચાર કરી રહી છે.

આ સિવાય સરકારી અધિકારીઓ તરફથી અનેકવાર રિઝર્વ બેંક ઉપર એવું દબાણ નાખવામાં આવ્યું છે કે, તે કેટલીક બેંકોને લોન આપવાની બાબતના નિયમોમાં ઢીલ દયે કે જયારે આવી બેંકોનો કેપીટલ બેઝ ઘણો નબળો હોય આચાર્યએ કહ્યું હતું કે, રિઝર્વ બેંકની સ્વાયતતાને અનદેખી કરવાનું વિનાશકારી સાબિત થઇ શકે છે આનાથી કેપીટલ માર્કેટમાં ભરોસનું સંકટ ઉભુ થઇ શકે છે. સરકારી બેંકો સામે પગલા લેવાના અમારી પાસે સીમિત અધિકારો છે.

અત્રે એ નોંધનીય છે કે, ઇન્ફા. લીઝીંગ એન્ડ ફાય-સર્વિસીસે હાલ લોનના સંકટને કારણે સપ્ટેમ્બર બાદથી જ ફાય-માર્કેટમાં અસ્થિરતાનું વાતાવરણ છે. દેશની સૌથી મોટી ઇન્ફ્ર. ફાય-કંપનીમાંથી એક સંકટમાં ફસાયા બાદ દેશની બેન્કીંગ વ્યવસ્થાને લઇને ચિંતા દર્શાવવામાં આવી રહી છે.

તેમણે કહ્યું છે કે, જો સરકાર રિઝર્વ બેંકની આઝાદીનું સમ્માન નહિ કરે તો ટુંક સમયમાં કે પછી આર્થિક બજારોની નારાજગીનો શિકાર બનવું પડશે. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે મતભેદોની અટકળો વચ્ચે તેમણે કહ્યું હતું કે, રિઝર્વ બેંકની આઝાદીને ઓછી આંકવાનું સરકાર માટે 'સેલ્ફ ગોલ' સાબિત થઇ શકે છે. જે સરકાર રિજર્વ બેંકને કામની આઝાદી આપે છે તેને ઓછા ખર્ચે ઉધારીઅને આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો પ્રેમ મળે છે આવી સરકારની મુદત પણ લંબાતી હોય છે.

તેમણે કહ્યું હતું વિશ્વભરમાં રિઝર્વ બેંકોનું નેતૃત્વ કરવાવાળાની ચૂંટણી નથી થતી પણ સરકાર તેની પસંદગી કરે છે. સરકારના નિર્ણય પ્રક્રિયા ટી-ર૦ મેચ જેવી હોય છે, જેમાં ચૂંટણી જેવી અનેક મજબૂરી હોય છે તો રિઝર્વ બેંક ટેસ્ટમેચ જેવી ભૂમિકા ભજવે છે. જેના પર કોઇનું દબાણ નથી હોતું. (૮.પ)

(11:37 am IST)