Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કૌભાંડ...અસ્થાનાએ પોલીસ વેલ્ફેરના ૨૦ કરોડ ભાજપને ચૂંટણી ફંડ સ્વરૂપે આપ્યા'તા

રીટાયર્ડ પીએસઆઈ સનસનાટી મચાવે છેઃ ઓફિસમાંથી પોલીસ વેલ્ફેર ફંડના દસ્તાવેજ-રેકર્ડ ગુમ થઈ ગયાઃ આરટીઆઈ હેઠળ એક વ્યકિતએ માહિતી માંગી પણ મળી નથી : ઘુસકાંડ બાદ ઘપલેબાજીમાં ફસાયા રાકેશ અસ્થાનાઃ સુરતના પોલીસ કમિશ્નર હતા ત્યારે પોલીસ વેલ્ફેર ફંડના પૈસા ભાજપના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપઃ સીબીઆઈમાં થઈ ફરીયાદ

નવી દિલ્હી, તા. ૨૭ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક રહી ચૂકેલા સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના ઘુસખોરી બાદ હવે ઘપલેબાજી (લાંચ-રૂશ્વત બાદ કૌભાંડ)ના એક મામલામાં ફસાતા હોવાનું બહાર આવ્યું છે. તેમની વિરૂદ્ધ સીબીઆઈમાં ફરીયાદ થઈ છે કે, ગુજરાતમાં પોલીસ કમિશ્નર હતા ત્યારે તેમણે પોલીસ વેલ્ફેર ફંડના પૈસા ભાજપના પક્ષમાં ચૂંટણી ફંડમાં ટ્રાન્સફર કર્યા હતા. સેવા નિવૃત પોેલીસ કર્મચારીએ આ બારામાં સીબીઆઈને ૩ ઈમેઈલ મોકલ્યા છે. જેમાં રાકેશ અસ્થાના ઉપર પોલીસ વેલ્ફેર ફંડના ૨૦ કરોડ રૂપિયા ચૂંટણી ફંડ માટે ભાજપના પક્ષમાં ટ્રાન્સફર કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

સીબીઆઈના બે ટોચના અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યા બાદ હવે એ વાત સામે આવી છે કે સુરતમાં અસ્થનાએ પોલીસ વેલ્ફેર ફંડના ૨૦ કરોડ રૂપિયા ચૂંટણી ફંડમાં આપી દીધા હતા. એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સુરતના રીટાયર્ડ પીએસઆઈ એ ૨૩ ઓકટો.એ સીબીઆઈને ઈમેઈલ મોકલ્યો છે જેમાં સનસનીખેજ વિગતો આપી છે. આ મામલાની ન તો કદી તપાસ થઈ છે અને તમામ દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે.

રાકેશ અસ્થના જ્યારે સુરતના પોલીસ કમિશ્નર હતા ત્યારે આ પૈસા આપ્યા હતા. જેનુ ૨૦૧૩ થી ૨૦૧૫ના ગાળા સુધી ફરીથી ચૂકવણુ નથી થયું. ફરીયાદીનો એવો પણ દાવો છે કે, ઈન્કમટેક્ષ વિભાગે ટીડીસીએસ ભરવાની નોટીસ આપી હતી પરંતુ આ બારામા પુછાતા અસ્થાના ભડકી ગયા હતા. ઈમેઈલમાં જણાવાયુ છે કે પોલીસ કમિશ્નરની ઓફિસમાંથી વેલ્ફેર ફંડ સાથે જોડાયેલુ રજીસ્ટર પણ ગુમ છે. આ બારામાં એક ફરીયાદ ક્રાઈમ બ્રાંચ સુરતમાં નોંધવામાં આવી હતી. કમિશ્નર ઓફિસ ઉમરા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. આમ છતા તેની ફરીયાદ એન્ટીડીસીબીમાં કરવામાં આવી હતી. સુરત પોલીસના ખાતામાં ૨૦૧૩થી ૨૦૧૫ દરમિયાન આ પૈસા પરત આવ્યા ન હતા. ફરીયાદીએ દાવો કર્યો છે કે લોકલ ફંડ ઓડીટ વિભાગમાં પણ તેમની એન્ટ્રી મોજુદ છે. જો કે આ રકમ અંગે આરટીઆઈ પાસેથી માંગવામાં આવેલી માહિતીમાં જવાબ નથી મળ્યો.

૨૦૧૫માં આરટીઆઈ એકટીવીસ્ટ મહંમદ સોહીલ શેખે આ ફંડના દુરૂપયોગ અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેમણે અમદાવાદ મિરરને જણાવ્યુ હતુ કે મેં ૨૦૧૫માં આરટીઆઈ હેઠળ વિગત માંગી હતી કે જ્યારે પાટીદાર આંદોલન વખતે વરાછામાં એક પોલીસનું મોત થયુ હતું. તેમણે કહ્યુ હતુ કે, મેં પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ મૃતક પોલીસના પરિવારને પોલીસ વેલ્ફેર ફંડમાંથી શા માટે એક પણ રકમ આપવામાં આવી નથી ? તેમણે કહ્યુ હતુ કે મને જાણવા મળ્યુ હતુ કે પોલીસ ફંડમાં ૨૦ થી ૨૫ કરોડ રૂપિયા હતા.(

(11:22 am IST)