Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મોદી અસત્યવાદી વડાપ્રધાન :મતદારોનો ભરોષો તોડ્યો :ગંભીર મુદ્દે મૌન :રાષ્ટ્રીય સંસ્થાને નુકશાન પહોચાડ્યું :ડો,મનમોહનસિંહનો આક્ષેપ

તમામ પ્રકારના મોટા મોટા વાયદા કરીને ચૂંટાયા બાદ મતદારોની આશા પુરી કરી નથી

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદીનું શાસન ભારત માટે સારું નથી, મોદીએ મતદાતાઓનો ભરોસો તોડયો છે.મોદી એવી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે કે જે દેશમાં કોમવાદી હિંસા, મોબ લિંચિંગ અને ગૌરક્ષા સાથે જોડાયેલા મામલાઓ પર મોટેભાગે મૌન પાળે છે.

  મનમોહન સિંહે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર હેઠળ દેશની યુનિવર્સિટીઓ અને સીબીઆઈ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓને નુકસાન પહોંચી રહ્યું છે. સીબીઆઈમાં બે ટોચના અધિકારીઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપના મામલે સંકટની સ્થિતિ છે. ત્યારે મનમોહનસિંહે સૂચક ટીપ્પણી કરતા કહ્યુ છે કે 2014માં મોદી ભારતના લોકોને તમામ પ્રકારના મોટા-મોટા વાયદા કરીને ભારતના 14મા વડાપ્રધાન તીકે ચૂંટાયા હતા. પરંતુ ગત ચાર વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે મતાદાતાઓની આશાઓને પુરી કરી નથી અને વોટરોનો ભરોસો તોડયો છે.

  મનમોહનસિંહે કહ્યુ છે કે મોદી અસત્યવાદી વડાપ્રધાન છે અને થરુરે પોતાના પુસ્તકમાં આ બાબતને ખૂબ સારી રીતે રજૂ કરી છે. થરુરના પુસ્તક ધ પેરાડોક્સિયલ પ્રાઈમ મિનિસ્ટર – નરેન્દ્ર મોદી એન્ડ હિઝ ઈન્ડિયાના વિમોચન પ્રસંગે ડૉ. મનમોહનસિંહે ખૂબ જ સૂચક અને આકરી ટીપ્પણીઓ કરી હતી.

(11:11 am IST)