Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-30એમકેઆઈ વાયુસેનામાં સામેલ

સમારંભમાં દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ વાયુસેના અધિકારી એર માર્શને સોંપાયું

નવી દિલ્હી :દેશનું પહેલું સ્વદેશી સુપરસોનિક યુદ્ધવિમાન સુખોઈ-30એમકેઆઈ ઓઝર ખાતેના 11 બેસ ડેપોમાં સમારકામ બાદ વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. મેન્ટેન્સ કમાન્ડના પ્રમુખ એરમાર્શલ હેમંત શર્માએ એક સમારંભમાં ઔપચારીકપણે સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના પ્રમુખ વાયુસેના અધિકારી એર માર્શલ એચ. એસ. અરોડાને સોંપવામાં આવ્યું છે.

વાયુસેનાના શ્રેષ્ઠ યુદ્ધવિમાન એસયૂ-30 એમકેઆઈને હવે ભારતમાં વિકસિત કરવાનું કામ થઈ રહ્યું છે. સમારકામ બાદ 24 એપ્રિલે ઉડાણ ભર્યા છેલ્લે સૈન્ય અભિયાન માટે ઉડ્ડયન બેડામાં સામેલ કરતા પહેલા યુદ્ધવિમાનને પરીક્ષણને આધિન રાખવામાં આવ્યું હતું. સુખોઈ-30એમકેઆઈ યુદ્ધવિમાન ભારતીય વાયુસેનાના સૌથી ઘાતક યુદ્ધવિમાનોમાંનું એક છે. તેના ઉપર તાજેતરમાં સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસની તેનાતી કરવામાં સફળતા મળી છે. કહેવામાં આવે છે કે 40 સુખોઈ યુદ્ધવિમાનોને બ્રહ્મોસ મિસાઈલ પ્રક્ષેપિત કરવા માટે તૈયાર કરવાનું કામ શરૂ થઈ ચુક્યું છે.

બ્રહ્મોસના પ્રક્ષેપણ માટે યોગ્ય બનાવવાના ઉદેશ્ય સાથે સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે આ ચાલીસ સુખોઈ યુદ્ધવિમાનોમાં સંરચનાત્મક પરિવર્તનોની કામગીરી શરૂ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે મેન્ટેન્સ દરમિયાન યુદ્ધવિમાનના પાર્ટ્સ ખોલીને અલગ કરી દેવામાં આવ્યા હતા અને તેને ફરીથી તૈયાર કરવામાં આવ્યું હતું. જેને કારણે તે બિલકુલ નવું બની ગયું હતું અને તેની કામ કરવાની અવધિ પણ બેવડાઈ ચુકી હતી.

મહત્વપૂર્ણ છે કે ઓઝરમાં 11 બીઆરડીની સ્થાપના 1974માં કરવામાં આવી હતી. ઓઝરમાં વાયુસેનાના યુદ્ધવિમાનના મેન્ટેનન્સનો એકમાત્ર ડેપો છે. અહીં મિગ-29 અને સુખોઈ-30 એમકેઆઈ જેવા યુદ્ધવિમાનોનું મેન્ટેન્સ, નવીનીકરણ અને સંપૂર્ણ પરિવર્તન કરવાની કામગીરી કરવામાં આવે છે.

(10:52 am IST)