Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઓનલાઈન રેલ્વે ટિકિટ ઉપરનો સર્વિસ ચાર્જ નાબુદ કરવાનું આઈઆરસીટીસીને ૬૯૩ કરોડમાં પડયું

૨૦૧૭-૧૮માં આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપરથી રોજ ૬.૭૫ લાખ ટિકીટોનું વેંચાણ

નવી દિલ્હી, તા. ૨૭ :. ઓનલાઈન ટિકિટ ઉપરનો સર્વિસ ચાર્જ પાછુ ખેંચવાનું આઈઆરસીટીસીને રૂ. ૬૯૩ કરોડમાં પડયું છે. ૨૦૧૭-૧૮માં નોટબંધી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

૨૦૧૭-૧૮માં આઈઆરસીટીસીને ટિકિટના કામકાજથી રૂ. ૨૦૪ કરોડ મળ્યા હતા. જે ૨૦૧૬-૧૭ના રૂ. ૪૬૬ કરોડથી ૫૬ ટકા જેટલા ઓછા છે. ૨૦૧૫-૧૬માં ટિકિટોના વેંચાણથી આઈઆરસીટીસીને રૂ. ૬૩૨ કરોડ મળ્યા હતા.

૨૦૧૭-૨૦૧૮માં આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપરથી રોજ સરેરાશ ૬.૭૫ લાખ ટિકિટોનું વેંચાણ થયું છે. એ વર્ષે કુલ ૨૪૬ મિલિયન ટિકિટોનું બુકીંગ થયું હતું. જે અગાઉના વર્ષ કરતા ૧૮ ટકા ઉંચુ હતું.

આઈઆરસીટીસી કહે છે કે, ટિકિટ સીસ્ટમ, માર્કેટીંગ, ઓપરેશન વગેરે પાછળ રૂ. ૮૦ કરોડનો દર વર્ષે ખર્ચ થાય છે. ટિકીટ ઉપરથી સર્વિસ ચાર્જ નાબુદ કરવાથી આવકમાં ઘટાડો થયો છે.(૨-૨)

(10:15 am IST)