Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભવ્ય રાત્રિનજારો

મુંબઇ તા.૨૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ નયનરમ્ય રાત્રિનજારો છે. ગુજરાતમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધના હેઠવાસમાં ૩.ર કિલોમીટર દૂર નર્મદા નદીની વચ્ચે આવેલા સાધુ બેટ પર બનાવવામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સોૈથી ઊંચી ૧૮૨ મીટરની ઊંચાઇ ધરાવતી પ્રતિમાના પરિસરને આખરી ઓપ અપાઇ રહયો છે. સરદારની જન્મજયંતિ ૩૧ ઓકટોબરના લોકાપર્ણનાં કાર્યક્રમ માટે દિવસ-રાત કામગીરી ચાલી રહી છે. ત્યારે વિશ્વની સોૈથી ઊંચી પ્રતિમા રાત્રે આવી સુંદર દેખાઇ રહી છે. સરદારને શ્રધ્ધાંજલિ આપવા માટે બનાવેલી આ પ્રતિમા આગામી દિવસોમાં વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સરદાર વલ્લભભાઇ પટેલના મ્યુઝિયમથી વિશ્વના પ્રવાસીઓ ભારતના આ લોખંડી મનોબળ ધરાવતા મહાનાયકના જીવન, તેમના વિચારો અને તેમની કામગીરી વિશે પણ જાણી શકશે. અહીં પ્રતિમા પર જ વ્યુંઇંગ ગેલેરી હશે. ઉપરાંત ટેન્ટ સિટી, ૨૩૦ હેકટર વિસ્તારમાં ફેલાયેલી અને દેશ-વિદેશનાં ફુલોથી શોભતી ફલાવર-વેલી, દરેક રાજયનું અતિથિ ભવન, વિઝિટર સેન્ટર સહિતનાં આકર્ષણો સહેલાણીઓને આકર્ષશે. આધુનિક પ્રોજેકશન મેપિંગ દ્વારા સરદાર પટેલની જીવનગાથા પ્રદર્શિત થશે. ગુજરાત સરકારનાં અંદાજ પ્રમાણે આ પ્રતિમાને જોવા માટે રોજ ૧૫,૦૦૦ જેટલા સહેલાણીઓ આવશે.

(10:15 am IST)