Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

તાંત્રીકના કહેવા પર મહિલાની ''અગ્નિ પરીક્ષા '' મહિલાના બંને હાથ દાજી ગયા

મથુરા(ઉત્તરપ્રદેશ)માં એક મહિલાએ પોતાના સાસરીયાઓ પર વ્યભિચારની શંકાને મામલે હાથ દઝાડવાનો આરોપ લગાવ્યો. જયારે રીપોર્ટ પ્રમાણે પંચાયત બોલાવવામાં આવેલ. પંચાયતમાં એક તાંત્રિકના કહેવા પર મહિલાની અગ્નિી પરીક્ષા લેવામાં આવી. જેમા તેમના હાથ દાજી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે કેસ દાખલ કરવામાં આવેલ છે. અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

(9:03 am IST)