Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

કોન બનેગા કરોડ પતિ'ના નામે છેતરપિંડી કરીને પૈસા પડાવતી ઠગ ટોળકી ઝડપાઈ

પશ્ચિમ બંગાળની મહિલા સહિત બે વ્યક્તિઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી

કોન બનેગા કરોડપતિ શોના નામે લોકોને છેતરતી ઠગ ટોળકી ઝડપાઇ છે કોણ બનેગા કરોડપતિમાં માં તમે જીતી ગયા છો અને આ વાત જણાવીને લોકો પાસેથી પૈસા પડાવતી ઠગ ટોળકીની પોલીસે ધરપકડ કરી છે,

  આ શોમાં તમે જીતી ગયા છો તમને ૨૫ લાખ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. જેમાં તમારે પ્રોસેસિંગ ફી તેમજ બીજા વાંધાઓ રજુ કરી એક ટોળકી લોકોને આવી ઠગી રહી છે. આવી જ રીતે લાલચમાં આવી ઢગનો ભોગ સુરતનાં કાપોદ્રા વિસ્તારના એક કાપડ વેપારી બન્યા હતા.

કપડાના વેપારી મયુરભાઈના ફોન પર અજાણ્યા ઇસમનો કોલ આવ્યો અને કહ્યું કે હું કોન બનેગા કરોડપતિમાંથી વાત કરું છુ, લકી ડ્રો માં તમને ૨૫ લાખનું ઇનામ લાગ્યું છે. આવી રીતે ફેક કોલ કરીને તેમને કહ્યું કે તમારે ઇનામ ના પૈસા મેળવવવા માટે ટ્રાનસફર ફી ભરવાની રહે છે. આવી રીતે ઢગ ટોળકી ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ અલગ ખાતાના નબર આપીને કુલ ૪.૧૬ લાખ પાડવી લીધા હતા.

જોકે બાદ ફરિયાદીને જાણ થઇ હતી કે, તેમની સાથે ઠગાઈ થઈ છે તો, આ બનાવને પગલે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરુ કરતા પોલીસ ખાતા નંબરના આધારે પોલીસે પશ્ચિમ બંગાળની મહિલા સહિત બે વ્યક્તિઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી.

(12:00 am IST)