Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

શ્રીલંકામા રાજનીતિક સંકટ :રાનિલ વિક્રમસિંઘને હટાવી દેવાયા :રાજપક્ષ બન્યા નવા વડાપ્રધાન

શ્રીલંકા ફ્રીડમ પાર્ટી અને યુએનપીની ગઠબંધન સરકાર પડી ભાંગી :મુદ્દો કોર્ટમાં પહોંચે તેવી શક્યતા

કોલંબો : શ્રીલંકામા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને પદ પરથી હટાવી દેવાયા બાદ મોટો રાજનીતિક હોબાળો થયો છે રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બર્ખાસ્ત કરીને પુર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન પદનાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. બીજી તરફ વિક્રમ સિંઘેએ પોતાની ફરજરિક્ત કરવાનું રાષ્ટ્રપતિનું પગલાને બિનકાયદેસર ગણાવ્યું અને કહ્યું કે, તેઓ આ ચુકાદા વિરુદ્ધ કોર્ટમાં જશે.

 સિરિસેનાની પાર્ટીએ રાનિલ વિક્રમસિંઘેના નેતૃત્વમાં રહેલી સત્તાધારી ગઠબંધન સરકારનું સમર્થન પાછુ ખેંચી લીધું સરકારનાં એક વરિષ્ઠ મંત્રીના હવાલાથી મીડિયામાં આ માહિતી આવી હતી. 

   બીજી તરફ રાજનીતિક નિષ્ણાંતોનું કહેવું છે કે, સિરિસેનાનો નિર્ણય સંવૈધાનિક સંકટ પેદા કરી શકે છે કારણ કે સંવિધાનના 19માં સંશોધન અનુસાર બહુમત મળ્યા વગર તેઓ વિક્રમસિંઘને પદ પરથી હટાવી શકે નહી. રાજપક્ષે અને સિરિસેનાની પાર્ટીની કુલ સીટો 95 છે જે બહુમતથી ઘણી દુર છે.

  વિક્રમસિંઘેની યૂએનપી પાસે 106 સીટ છે જે બહુમતીથી માત્ર 7 સીટ દુર છે. જો કે હજી વિક્રમસિંઘે અને તેમની પાર્ટી યૂનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ની તરફથી કોઇ અધિકારીક નિવેદન સામે નથી આવ્યું. 

(12:00 am IST)