Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ઉત્તરપ્રદેશના બદાયુમાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો : 7 લોકોના મોત:3 ઘાયલ : આખી ઇમારત કકડભૂસ

કાટમાળ હટાવવાની કામગીરી શરુ :ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઉત્તર પ્રદેશના બદાયૂમાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 7 લોકોના મોત થયાના સમાચાર મળે છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

  અહીં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. ત્યારે અચાનક ધમાકો થયો હતો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી.ફેક્ટરીના કાટમાળમાં પણ કેટલાક લોકો દબાયેલા છે. હાલ તો કાટમાળને હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. વહિવટતંત્રએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.

  મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે સિવિલ લાઇન થાના ક્ષેત્રના રાસુરપૂર ગામડાની આ ઘટના છે. માહિતી પ્રમાણે અહીંના એક મકાનને ફેક્ટરીમાં તબ્દિલ કરવામાં આવી હતી અને અહીં ફટાકડા બનાવવામાં આવતા હતા. ત્યાં જ જોરથી ભડાકો થયો. જે પછી ત્યાં અફરા તફરીનો માહોલ ફેલાઇ ગયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે આખી ઇમારત કકડભૂસ થઇ ગઇ હતી.

હાલ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે

 મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બદાયુંના ડીએમને તાત્કાલિક આ સ્થળે પહોંચવાનો હુકમ કર્યો છે. અને રાહત તથા બચાવની કામગીરી કરવાનું પણ જણાવ્યું છે. હાલ તો ઘટનાસ્થળે ભારી તાદાદમાં લોકો જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસના પણ કાફલે કાફલા ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

(12:00 am IST)