Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વોડાફોનનો ધમાકો :279 રૂપિયામાં કોલિંગ સાથે ડેટાનો લાભ : 84 દિવસની વેલિડિટી

નવી દિલ્હી :ટેલિકોમ કંપની વોડાફોને માર્કેટમં 84 દિવસની વેલીડીટી સાથે નવો પ્લાન લૉન્ચ કર્યો છે. જેની કિંમત 279 રૂપિયા છે. આ પ્લનમાં યુઝર્સને કૉલિંગ સાથે ડેટાનો પણ લાભ મળશે. જો કે ગ્રાહકોને SMSનો લાભ નહી મળે.

   આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સાથે કુલ 4GB 4G/3G ડેટા મળશે. તેવામાં કૉલિંગ માટે દરરોજ 250 મિનિટ અને અઠવડિયામાં 1000 મિનિટની મર્યાદા રહેશે. આ પ્લાન કંપનીના 4G સર્કલના પસંદગીના યુઝર્સ માટે છે.

    કંપનીએ કેટલાંક સમય પહેલાં 99 રૂપિયા અને 109 રૂપિયાના બે પ્લાન લૉન્ચ કર્યા છે. આ બંને પ્લાન્સમાં 28 દિવસની વેલીડીટી સાથે અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો લાભ મળે છે.

(12:00 am IST)