Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્વાદના શોખીનો તથા પ્રવાસીઓ માટે સ્થાનિક કક્ષાએ પસંદગીનું ભોજન મેળવવાની તકઃ ગુજરાતના અમદાવાદમાં ૯ તથા ભારતમા઼ ૩૬૭ રેસ્ટોરન્ટ ધરાવતું "Taste Atlas": ગુજરાતની ૧૬ પ્રકારની તથા ભારતની ૧૭પ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ સાથે લોંચીગ

અમદાવાદઃ સ્વાદના શોખીનો તથા પ્રવાસીઓને સ્થાનિક કક્ષાએ  પસંદગીનું ભોજન મળી રહે તે માટે ૧૦ હજાર જેટલી જુદી જુદી ડીશ વેરાયટી દર્શાવતું તથા સ્થાનિક કક્ષાએ તેનો આનંદ માણવા માટેનો નકશો દર્શાવતુ વિશ્વનું સૌપ્રથમ www.tasteatlas.com નું લોંચીગ થયું છે.

આ ટેસ્ટ એટલાસ દ્વારા માન્ય કરાયેલા ૯ રેસ્ટોરનટ અમદાવાદમાં  છે જે જુદી જુદી વાનગીઓ સાથેની ૧૬ પ્રકારની ડીશ ધરાવે છે. તથા ભારતની ૧૭પ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવતા ૩૬૭ રેસ્ટોરન્ટ ભારતમાં ધરાવે છે.

અમદાવાદ ખાતેથી  આ ડીશ મેળવવા www.tasteatlas.com/ ahmedabad  તથા ભારતમાંથી મેળવવા  www.tasteatlas.com/india  નો  સંપર્ક સાધવા Taste Atlas ની યાદીમાં  જણાવાયું છે.

(9:45 pm IST)