Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

'' કલર્સ ઓવ લવ : ઇન્ટરનેશનલ કોન્સર્ટ''કેનેડામાં મિસિસોગા આર્ટ સેન્ટર ખાતે ર૮ એાકટો. ર૦૧૮ રવિવારે યોજાનારો પ્રોગ્રામઃ વિશ્વ વિખ્યાત કલાકારો સાથે મ્યુઝીક,ડાન્સ તથા મનોરંજનનો મેળાવડોઃ માનસિક સ્વાસ્થ્ય, પ્રેમ, શાંતિ તથા જાગૃતિ સાથે વિવિધતામાં એકતાનું દર્શન કરવાની તક

કેનેડાઃ  જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા જુદી જુદી કોમ્યુનીટી, જુદા જુદા વર્ણ, તથા જુદા જુદા દેશોમાં વસતા લોકો તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના કલાકારોના ડાન્સ તથા પર્ફોમીંગ  આર્ટસ  સહિત વિવિધ પ્રોગ્રામ સાથે માનસિક સ્વાસ્થ્ય, પ્રેમ, શાંતિ તથા જાગૃતિ લાવવા અને વિવિધતામાં એકતાનું દર્શન કરાવવા આગામી ર૮ ઓકટો. ર૦૧૮ રવિવારના રોજ કેનેડામાં ત્રીજા વાર્ષિક ''કલર્સ ઓફ લવ ઇન્ટરનેશનલ કોન્સર્ટ '' નું આયોજન કરાયું છે.

હેમરસન હોલ, મિસિસોગા લીવીંગ આર્ટ સેન્ટર ખાતે યોજાનારા આ પ્રોગ્રામનો સમય સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે. જેમા વિશ્વ વિખ્યાત કલારોના મ્યુઝીક  તથા ડાન્સનો આનંદ માણવાની તક મળશે.  તથા જુદા જુદ લોકો સાથે સંપર્ક સાધવાની તક પણ મળશે.

મેગી હેબિડાની ફોટોગ્રાફી દિગ્દર્શન તથા આયોજન સાથે યોજાનારા આ ૩ કલાકના મનોરંજક પ્રોગ્રામમાં વ્યવસાયિક  તથા લોકપ્રિય કલાકારો સાથે મ્યુઝીક અને ડાન્સનો આનંદ માણવા એકઝીકયુટીવ કમિટી, વોલન્ટીયર્સ તથા એક ડઝન જેટલા સ્પોન્સર્સનો સહયોય પ્રાપ્ત થયો છે.

વિશેષ વિગત માટે MUKTA Advertising info@m_a_ca   દ્વારા અથવા  416-716-8582  સંપર્ક સાધવા શ્રી તુષાર ઉનડકટની યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)