Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

જીઓ નેટવર્ક પર પોર્ન સાઇટ પર પ્રતિબંધ મુકાયો : રિપોર્ટ

યુઝર્સ દ્વારા માહિતી આપવામાં આવી : કેન્દ્રના આદેશને અમલી કરીને પ્રતિબંધ મુકી દેવાયો છે

નવીદિલ્હી, તા. ૨૬ : રિલાયન્સ જીઓએ ખુબ મોટુ પગલું લઇને પોતાના જીયો નેટવર્ક પર પોર્ન વેબસાઇટ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. કંપનીએ પોતાના નેટવર્ક ઉપર કેટલીક વેબસાઇટને બ્લોક કરી દીધી છે. જો કે, કંપનીએ આ સંબંધમાં હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી પરંતુ જીઓ યુઝર્સે રેડિટ પર આની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, જીઓના નેટવર્ક ઉપર એડલ્ટ સામગ્રી જોઇ શકતા નથી. બીજી બાજુ રિલાયન્સ જીઓના એક યુઝર્સે માહિતી આપતા કહ્યું છે કે તે કેટલીક એડલ્ટ વેબસાઇટને લોડ કરવાના પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કોઇપણ જીઓના નેટવર્ક ઉપર સાઇટો લોડ થઇ રહી નથી. ઘણા બધા યુઝર્સને આ પ્રકારની તકલીફો આવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ઉત્તરાખંડ હાઇકોર્ટના આદેશ બાદ સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને અશ્લીલ સામગ્રી દર્શાવી રહેલી ૮૨૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ જારી કરી દીધા છે. સત્તાવાર સુત્રોએ કહ્યુ છે કે કોર્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવ્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુરસંચાર વિભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને આ પોર્ન સાઇટ બંધ કરવા માટે આદેશ જારી કરી દીધો છે. કોર્ટે તાજેતરમાં જ અશ્લીલલા ફેલાવી રહેલી કુલ ૮૫૭ વેબસાઇટ બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. અલબત્ત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીી મિનિસ્ટ્રી દ્વારા ૮૨૭ વેબસાઇટને બંધ કરવા માટે આદેશ કર્યો છે. જેથ આગામી દિવસોમાં પોર્ન સાઇટ દર્શાવી રહેલા સર્વિસ પ્રોવાઇડર્સ પર પણ તવાઇ આવી શકે છે.કેન્દ્ર સરકારના આદેશને અમલી કરીને રિલાયન્સ જીઓ દ્વારા પણ પોર્ન સાઇટ પર પ્રતિબંધ મુકી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

(12:00 am IST)