Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

લક્ષ્‍મી માતાજીની કૃપા થવાની હોય તો આવા ચિન્હો જોવા મળે

મા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. સનાતર ધર્મ અને પુરાણોમાં વર્ણન કર્યા મુજબ જેમના પર પણ દેવીની કૃપા થાય છે તેમને ક્યારેય ધન-વૈભવની અછત પડતી નથી પરંતુ શું તમે વાત જાણો છો કે મા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ ચંચળ છે. એવું કહેવાય છે કે કારણે દેવી કોઈ એક જગ્યાએ વધુ સમય ટકીને રહી શકતા નથી.

 

ધનની દેવી લક્ષ્મી

 

કારણે આપણા જીવનમાં ધન સંબંધી ઉતાર-ચઢાવ આવતા રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે તમામ ઉપાય કરવામાં આવે છે જેથી તેમની પ્રસન્નતાથી વ્યક્તિ માલામાલ બની શકે.

બદલાઈ શકે છે નસીબ

પરંતુ શું તમે જાણી શકો છો કે વિષ્ણુ ભગવાનની પત્ની મા લક્ષ્મી જ્યારે ઘરમાં આવવાના હોય છે ત્યારે કેટલાક સંકેત આપે છે. જો તમને પણ સંકેત મળવા લાગે તે સમજી લેવાનું તમારા નસીબના બંધ દ્વારા હવે ખૂલવાની તૈયારીમાં છે.

પક્ષીને જુઓ તો

મા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તેવામાં જો અચાનક તમારી આસપાસ ઘુવડ દેખાવાનું શરુ થાય તો સમજી જવું કે મા લક્ષ્મી ચોક્કસ તમારા ઘરમાં અને નસીબમાં આવીને કૃપા કરશે. જ્યાં પણ ઘુવડ હોય છે ત્યાં મા લક્ષ્મીની હાજરી જરુર જોવા મળે છે. જો આવું થાય તો તરત માને વધુ પ્રસન્ન કરવા માટે તેમના મંત્રોનો જાપ શરુ કરી દો. એવું કોઈ કામ કરો જેથી મા લક્ષ્મી તમારાથી નિરાશ થઈ જાય.

હરિયાળી

જો તમારી આસપાસ અચાનક હરિયાળી વધી જાય તો અથવા લીલા રંગની વસ્તુઓ તમને વધુ આકર્ષવા લાગે તો સમજી જવું કે લક્ષ્મી કૃપા થવાની છે. હકીકતમાં હરિયાળી જીવનનું મોટું પ્રતિક માનવામાં આવે છે. આવા સકારાત્મક વાતાવરણમાં મા લક્ષ્મી જરુર આવે છે.

ઝાડુ

જો તમે સવારે અચાનક કોઈ વ્યક્તિને તમારા ઘરની બહાર ઝાડુ કાઢતો નિયમિત જુઓ તો સમજી લેવાનું કે તમે જલ્દી અમીર બનાવાના છો. ઝાડુ અને મા લક્ષ્મીને સીધો સંબંધ છે. ઝાડુ આપણા ઘરને સાફ કરે છે અને સ્વચ્છ ઘરમાં મા લક્ષ્મી નિવાસ કરે છે.

શંખનો અવાજ

સવારે ઉઠીને સૌથી પહેલા શંખનો અવાજ આવે તે પણ એક મા લક્ષ્મીના આગમનનું પ્રતિક છે. જો તમારી સાથે આવું થાય છે તો સમજી લેવું કે તમારું ભાગ્ય ખુલવાના સંકેત છે.

શેરડી દેખાવી

જો અચાનક તમારી આસપાસ સવારના સમયે શેરડી દેખાવાનું શરુ થાય તો સમજી લેવું કે તમારા દિવસ બદલાવાના છે. શેરડીના રસથી ગણપતિ પર અભિષેક કરવામાં આવે તો પણ માતા લક્ષ્મીની કૃપા થાય છે. શેરડી માતા લક્ષ્મીને પ્રિય હોવાથી તેનું દેખાવું શુભ મનાયું છે.

(12:00 am IST)