Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

વોડાફોન દ્વારા ૨૭૯ રૂપિયાનો પ્રિપેઇડ પ્લાન રજુઃ આ પ્રકારનો ટેલીકોમ પ્લાન આજ સુધી કોઇઅે રજૂ કર્યો નથી

વોડાફોન ઈંડિયાએ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં લાગેલી હોડને એક નવા સ્તર પર લઈ જતાં 279 રૂપિયાનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. નવા પ્રીપેડ પ્લાન સાથે વોડાફોન ઈંડિયાની પહેલી કંપની બની છે જેણે 300 રૂપિયાની અંદર 84 દિવસની વેલિડીટીવાળો પ્લાન રજૂ કર્યો હોય. પ્રકારનો ટેલિકોમ પ્લાન આજ સુધી કોઈએ રજૂ નથી કર્યો, લિસ્ટમાં Jio પણ છે.

 

279 રૂપિયાનો પ્લાન

રિપોર્ટ પ્રમાણે, પ્લાનમાં કૉલિંગના ફાયદાની સાથે ડેટાનો પણ લાભ મળશે. જો કે, SMSનો લાભ ગ્રાહકોને નહીં મળે. 279 રૂપિયાવાળા પ્લાન વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ તો, ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કૉલ અને 4GB 4G/3G ડેટા મળશે અને પ્લાનની વેલિડિટી 84 દિવસની હશે. જણાવી દઈએ કે પ્લાન 4G સર્કલમાં પસંદગીના યૂઝર્સ માટે માન્ય છે. કૉલિંગ માટે પ્રતિદિવસ 250 મિનિટ અને દર અઠવાડિયાની 1000 મિનિટ લિમિટેડ છે.

થોડા સમય પહેલા રજૂ કર્યા હતા બે પ્લાન

જણાવી દઈએ કે, કંપનીએ થોડા સમય પહેલાં 99 રૂપિયા અને 109 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યા હતા. બંને પ્લાનમાં 28 દિવસની વેલિડીટી સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગના ફાયદા મળશે. વોડાફોનના 99 અને 109 રૂપિયા પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કૉલ આપવામાં આવશે. 109 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 1જીબી ડેટા પણ આપવામાં આવશે. જોકે વોઈસ કોલની લિમિટ નક્કી કરવામાં આવી છે. પ્રતિદિવસ 250 મિનિટ અને દર અઠવાડિયાની 1000 મિનિટ.

(12:00 am IST)