Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

દિવાળીના વેકેશનમાં કાર લઇને ફરવા જવાની મજા માણવી સરળઃ હપ્તાથી કારની ખરીદી કરી શકાશે

નવી દિલ્હીઃ દિવાળીનું વેકેશન આવી રહ્યું છે અને જો વેકેશનમાં બહાર ફરવા જવાનો પ્લાન હોય અને તમારી પોતાની કારમાં જવાનું સપનું હોય તો બહું અઘરનું નથી સપનું સાકાર કરવું. અનેક કાર કંપનીઓ તેના એન્ટ્રી લેવલ મોડેલ્સ પર હજારો રુપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે સાથે સાથે ખૂબ ઓછા ડાઉનપેમેન્ટ અને મહિને ફક્ત 5000ના EMI પર તમે કાર્સ ઘરે લઈ જઈ શકો છો.

 

રેનો ક્વિડ

રેનોની એન્ટ્રી લેવલ હેચબેક ક્વિડની શરુઆતી કિંમત 2.67 લાખ રુપિયા છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો ફક્ત 50000 રુપિયાના ડાઉન પેમેન્ટમાં તમે કાર ઘરે લાવી શકો છો. તેમજ બાકીની રકમ 5 વર્ષના EMI દ્વારા ભરી શકો છો. હપ્તો પણ દર મહિને રુ. 5000ની આસપાસ આવશે. જેમાં લોનના વ્યાજ પેટે વાર્ષિક 11% સુધીનું વ્યાજ લાગે છે.

મારુતિ અલ્ટો 800

મારુતિની પોપ્યુલર અને સૌથી વધુ વેચાતી હેચબેક અલ્ટો 800ના બેઝિક મોડેલની કિંમત રુ. 2.51 લાખ રુપિયા છે. જો તમે કારનું બેઝિક મોડેલ ખરીદવા માગો છો તો તમારે ફક્ત રુ.50 હજારનું ડાઉન પેમેન્ટ કરીને તમે કારને ઘરે લઈ જઈ શકો છો. તેમજ બાકી બચેલી રકમને રુ. 4500 જેટલા માસિક હપ્તાથી 5 વર્ષના EMI દ્વારા ભરી શકો છો.

ડેટસન રેડી ગો

ડેટસનની હેચબેક કાર રેડી ગોની એક્સ શોરુમ કિંમત 2.5 લાખ રુપિયા છે. કારને તમે 50000ના ડાઉનપેમેન્ટ સાથે તેમજ માસિક 4400ના હપ્તા સાથે ઘરે લઈ જઈ શકો છો. લોન પર તમારે વાર્ષિક 11 ટકા જેટલું વ્યાજ દેવું પડે છે.

હુંડાઈ ઈઓન

હુંડાઇની એન્ટ્રી લેવલની હેચબેક કાર ઈઓનની શરુઆતી કિંમત રુ. 3.3 લાખ રુપિયા છે. જેને તમે 50000ના ડાઉનપેમેન્ટ સાથે ઘરે લઈ જઈ શકો છો. તેમજ બાકીની રકમને 7 વર્ષ સુધી માસિક 4793 રુપિયાના હપ્તાથી ચૂકવી શકો છો. લોનનો વ્યાજ દર 11 ટકા જેટલો રહે છે.

ટાટા ટિયાગો

બજેટ સેગમેન્ટમાં ટાટા ટિયાગો ખૂબ એક ખૂબ બેસ્ટ વિકલ્પ છે. કારની એક્સ શો રુમ કિંમત 3.35 લાખ રુપિયા છે. જો તમે ટાટાની કાર લેવા માગતા હોવ તો 50000 રુપિયાનું ડાઉન પેમેન્ટ ભરીને ઘરે કાર ચલાવીને લાવી શકો છો. બાકીની રકમ 7 વર્ષના EMI પર તમને માસિક 4885ના હપ્તાથી ભરવાની થશે.

(12:00 am IST)