Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ટીવીઅેસ કંપની દ્વારા સ્‍પોર્ટસ બાઇકનું સ્‍પેશ્યલ અેડીશન લોન્ચ

નવી દિલ્હી: ટીવીએસ મોટર કંપનીએ ફેસ્ટિવ સીઝનમાં વધુ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે TVS Sport બાઈકનું સ્પેશયલ એડિશન લોન્ચ કર્યું છે. ટીવીએસએ નવી બાઈકમાં લાંબી સીટ અને વાઈડર પિલન હેન્ડલ સહિત ઘણા નવા ફીચર્સ જોડ્યા છે.

બાઈકમાં છે શું છે ખાસ?

ટીવીએસ સ્પોર્ટ સ્પેશયલ એડિશનમાં નવા ડેકલ્સ, સ્ટાઈલિશ સાઈડ વ્યૂ મિરર અને થ્રીડી લોકો આપીને તેના લુકને પણ અપગ્રેડ કરાયો છે. સૌથી ખાસ વાત છે કે પહેલી 100 સીસી બાઈક છે, જેમાં સિન્ક્રોનાઈઝ્ડ બ્રેકિંગ ટેકનોલોજી (એસબીટી) આપવામાં આવી છે. એસબીટી સેફ્ટી ફીચર ટીવીએસ કંપનીની કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ છે.

કેવું છે એન્જિન?

ટીવીએસ સ્પોર્ટ સ્પેશયલ એડિશનમાં સ્ટાન્ડર્ડ ટીવીએસ સ્પોર્ટવાળું એન્જિન છે. તેમાં અપાયેલું 99.7 સીસી એન્જિન 7500rpm પર 7.3 bhpનો પાવર અને 7.5 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે. ટીવીએસનો દાવો છે કે સ્પોર્ટ બાઈકની માઈલેજ 95 કિમી પ્રતિ લિટર છે.

કિંમત અને અન્ય સ્પેસિફિકેશન

ફીચર્સની વાત કરીએ, તો ટીવીએસ સ્પોર્ટમાં ઈલેક્ટ્રિક સ્ટાર્ટ, એલ્યુમિનિયમ ગ્રેબ રેલ, ક્રોમ મફલર ગાર્ડ અને સ્પોર્ટી ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યા છે. સ્પોર્ટ સ્પેશયલ એડિશન ઈલેક્ટ્રિક સ્ટાર્ટ અને કિક સ્ટાર્ટ, બંને વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. બાઈક બે કલર ઓપ્શન સાથે આવશે. એક બ્લેક કલરની સાથે રેડ-સિલ્વર ડેકલ્સ હશે અને બીજી બ્લેક ક્લરની સાથે બ્લૂ-સિલ્વર ડેકલ્સ હશે. TVS Sport Special Editionની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 40,088 રૂપિયા રાખવામાં આવી છે.

(12:00 am IST)